મોસ્કો : સમગ્ર વિશ્વમાં કોરોના કહેર વચ્ચે મહાસત્તાઓ વચ્ચે તનાવ શરૂ થઇ ગયો છે. જે મુજબ જાપાનના દરિયા ઉપર ઉડી રહેલા અમેરિકાના વિમાનને રશિયાએ ભગાવી દીધું છે.રશિયાએ કરેલા દાવા મુજબ અમેરિકાનું વિમાન રશિયાના શહેરમાં ઘૂસવાની ફિરાકમાં હતું તેથી તેને હાંકી કઢાયું છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ જૂન માસમાં અમેરિકાએ રશિયાના વિમાનને ભગાડી દીધું હતું.જે અલાસ્કામાં પ્રવેશવાની તૈયારીમાં હોવાનું જણાવ્યું હતું.