નવી િદલ્હી : હિમાચલ પ્રદેશમાં સોલન જિલ્લાના પરવાણૂ સ્થિત ટિંબર ટ્રેલ રોપ-વે(કેબલ કાર)માં સોમવારે 11 લોકો ફસાઈ ગયા હતા.આ તમામ પ્રવાસીઓને રસ્સીના સહારે સુરક્ષિત બચાવી લેવાયા અને તમામ હાલ સુરક્ષિત છે.આ કેબલ કાર એટલે ટ્રોલી પાંચ કલાકથી વધુ સમય સુધી 120 ફૂટની ઊંચાઈ પર અટકી રહી હતી.ટિંબર ટ્રેલમાં કુલ 11 લોકો હતા,એમાં 6 પુરુષ અને પાંચ મહિલા હતી.
રેસ્કયૂ ઓપરેશન દરમિયાન શિમલા-ચંદીગઢ નેશનલ હાઈવે પર વાહનોની અવર-જવર રોકવામાં આવી હતી,જેના કારણે બંને તરફ લાંબો ટ્રાફિક જામ થયો હતો.સોલન જિલ્લા વહીવટી તંત્ર અને ટિંબર ટ્રેલના ટેક્નિકલ સ્ટાફની મદદથી ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ટ્રોલીમાં ફસાયેલા લોકોનું મનોબળ વધારવાના પ્રયાસ કર્યા.રેસ્ક્યૂ કર્યા બાદ સુરક્ષિત બહાર લાવવામાં આવેલા લોકોના હેલ્થની તપાસ કરવામાં આવી,ત્યારે મુખ્યમંત્રી જયરામ ઠાકુર ખુદ ઘટનાસ્થળે ઉપસ્થિત રહ્યા.અહીંયા નોંધવું રહ્યું કે,રાજ્યના પ્રવેશ દ્વારા પરવાણૂની પાસે ટિંબર ટ્રેલથી લગભગ 800 મીટર દૂર પર્વત પર ટિંબર ટ્રેલ રિસોર્ટ છે.હોટેલમાં જવા માટે લોકો રોપ-વેનો ઉપયોગ કરે છે.સોમવારે લગભગ 11 કલાકે ટ્રોલીમાં ટેકનિકલ ગરબડી સર્જાઈ હતી.ત્યારબાદ ટ્રોલી હવામાં લટકી ગઈ હતી.આ પહેલા ઓક્ટોબર-1992માં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર ટિંબર ટ્રેલમાં 11 પ્રવાસી ફસાયા હતા,એમાં એક બાળક પણ સામેલ હતું.એ સમયે એક ટ્રોલી એટેડેન્ટ ગુલામ હુસૈને જીવ બચાવવા માટે છલાંગ લગાવી હતી,જેનાથી ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.

