અમદાવાદ, 29 ડિસેમ્બર 2022, ગુરુવાર : અમદાવાદ રેલવે સ્ટેશનથી નવજાત બાળકને એક શખ્સે યુવક યુવતીને રૂ.પ હજાર આપીને વિજયવાડા પહોંચાડવાનું કહ્યું હતું.જેથી બંને નવજીવન એક્સપ્રેસમાં બાળકને વિજયવાડા પહોંચાડવા નીકળ્યા હતા.વિજયવાડા પહોંચે તે પહેલા નાગપુરના વર્ધા પોલીસે યુવક યુવતીને નવજાત બાળક સાથે ઝડપી પાડીને તપાસ કરતા હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો.આ અંગે વધુ પોલીસે કાલુપુર પોલીસને જાણ કરી હતી.કાલુપુર પોલીસે યુવક યુવતી સામે હ્યુમન ટ્રાફિકિંગની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નાગપુરના વર્ષા પોલીસ મથકના પોલીસકર્મીઓ ગત,25 ડિસેમ્બરે ફરજ પર હતા.ત્યારે તેઓને બાતમી મળી કે, નવજીવન એક્સપ્રેસમાં શંકાસ્પદ એક યુવક અને યુવતી સાથે નવજાત બાળક પણ છે.જેથી પોલીસે શંકાસ્પદ શખ્સોને શોધીને પૂછપરછ કરતા યુવક ચંદ્રકાંત પટેલ અને યુવતી દ્રોપદી મેશ્રામ હોવાનું સામે આવ્યું હતું.બંનેની કડકાઇથી પૂછપરછમાં તેઓએ અમદાવાદથી વિજયવાડા જઈ રહ્યા હતા.જો કે, યુવક યુવતી બન્ને અલગ અલગ વિસ્તારના હોવાથી પોલીસને શંકા થઇ હતી.જેથી યુવક યુવતી પાસે રહેલ નવજાત બાળક અંગે પૂછતા બંનેમાંથી એકપણે જવાબ આપ્યો ન હતો.જેથી પોલીસે બંનેનો મોબાઇલ લઇને તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી.જેમાં નવજાત બાળક અમદાવાદ રેલવે સ્ટેશનથી કૃણાલ નામના વ્યક્તિએ બન્નેને વિજયવાડા પહોંચાડવા માટે આપ્યું હતું.પોલીસે યુગલ વિરુદ્ધ હ્યુમન ટ્રાફિકિંગની ફરિયાદ નોંધી છે અને પૈસા આપનાર કૃણાલ નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.