ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન, રેપ અને પોકસોના ધારા હેઠળના ગુનેગારની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી
અમદાવાદ, તા.૪: માત્ર ૧૩ વર્ષ ૧૧ મહિનાની સગીરાને રૂ.૧૫ હજારમાં ખરીદીને તેની સાથે શરીરસુખ માણવા માગતા ૫૪ વર્ષના આરોપીને નિયમિત જામીન પર મુકત કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી કાઢી છે. સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના ફરિયાદીને સુરતની પોકસો કોર્ટના વિશેષ ન્યાયાધીશે જામીન નહીં આપતાં તે આદેશ સામે આરોપીએ હાઇકોર્ટમાં ઘા કરી હતી. હાઇકોર્ટમાં જસ્ટિસ એ.વાય.કોગ્જેએ ગુનાની ગંભીરતા અને પીડિતાના નિવેદનને ધ્યાનમાં લેતાં અરજદારને જામીન આપવા માટેનો ઇનકાર કરી દીધો હતો. ઇમોરલ ટ્રાફિકિંગ, પોકસો અને રેપ અકીલા જેવા જદ્યન્ય ગુનાઓના આરોપીએ હાઇકોર્ટમાં નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. તેની રજૂઆત હતી કે, ‘પીડિતા અને તેની માતાના ૧૦-૨-૧૯થી પહેલાના જે નિવેદનો નોંધવામાં આવ્યા હતા એમાં અરજદારની ભૂમિકાનો કોઇ ઉલ્લેખ નથી અને તેની સાથે રેપ થયાનો પણ કોઇ ખુલાસો કરાયો નહોતો. તબીબી પુરાવા પણ રેપ થયાનું પુરવાર કરતા નથી. અરજદાર વિરુદ્ઘ પ્રિવેન્શન ઓફ ઇમોરલ કનિદૈ લાકિઅ ટ્રાફિક એકટ મુજબનો ગુનો બનતો હોવાનું પીડિતાના નિવેદન પરથી એકવાર માની લઇએ તો પણ રેપનો ગુનો તો બનતો જ નથી. આ કેસમાં જે મહિલાએ પીડિતાને વેચી રૂપિયા લીધા હતા તે મુખ્ય આરોપી છે અને તેને જામીન આપવામાં આવ્યા છે. તેથી સમાનતાના ધોરણે આ કેસના અરજદાર આરોપીને પણ જામીન પર મુકત કરવાનો કરવામાં આવે.’ રાજય સરકાર તરફથી જામીનઅરજીનો વિરોધ કરતાં રજૂઆત કરવામાં આવી હતી કે, ‘પીડિતાની ઉંમર ગુનો બન્યો એ વખતે માત્ર ૧૩ વર્ષ ૧૧ મહિનાની હતી. શરૂઆતમાં તેની માતાએ નિવેદન આપ્યું હતું પરંતુ ત્યારબાદ પીડિતાએ પોતે તેની પર થયેલા ગુના અંગેનું નિવેદન આપ્યું હતું. જે ગુનાની ગંભીરતા અને આરોપીએ રેપ કર્યાનું પણ દર્શાવે છે.’ બંને પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ કોગ્જેએ નોંધ્યું હતું કે,શ્નપીડિતાએ જે નિવેદન આપ્યું છે એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે અરજદાર આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના પ્રયત્નો કર્યા હતા. આ માટે તેણે એક મહિલાને રૂપિયાની ચૂકવણી પણ કરી હતી. પરંતુ ત્યારબાદ પીડિતાએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી તેમના સકંજામાંથી નાસી છૂટી હતી. તેથી આરોપીએ રૂપિયા ચૂકવ્યા હોવાથી પોતાની શારીરિક જરૂરિયાત માટે રૂપિયા લેનારી મહિલા સાથે શરીરસુખ માણ્યું હતું. પીડિતાના ૧૬૪ હેઠળના નિવેદન પરથી આરોપી વિરુદ્ઘ પુરતા પુરાવા જણાઇ આવે છે. પીડિતા તેના અગાઉના નિવેદનમાં રેપના ગુના વિશે કંઇ ખોલીને બોલી શકી નહોતી તે બાબતને અહીં વધુ મહત્ત્વ આપવા જેવું જણાતું નથી. તે ઉપરાંત પીડિતાને વેચનારી મહિલા મુખ્ય ગુનેગાર છે અને તેને જામીન આપ્યા હોવાથી અરજદાર આરોપીને પણ જામીન પર મુકત કરવો જોઇએ એવી દલીલ સ્વીકારી શકાય નહીં. કેમ કે મહિલાની ભૂમિકા રૂપિયા લેવા પુરતી હતી અને તેની સાથે પણ આરોપીએ જાતીય સુખ માણ્યું હતું. આ તમામ સંજોગોને જોતાં આરોપીને જામીન પર મુકત કરી શકાય નહીં.’ આ કેસમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોથાણ ગામમાં રહેતા ૫૪ વર્ષના રમેશભાઇ ગજ્જર ઉપર ઇમોરલ ટ્રાફિક એકટ, પોકસો અને રેપ સહિતની ધારા હેઠળની ફરિયાદ થઇ છે. જેમાં એવા આક્ષેપ છે કે આરોપી પોતે પરિણીત હોવા છતાંય ૧૩ વર્ષ ૧૧ મહિનાની સગીરા સાથે શરીરસંબંધ બાંધવા સહઆરોપી મહિલા સાથે રૂ.૧૫૦૦૦માં સોદો કર્યો હતો. સગીરા સાથે સંભોગ કરવામાં નિષ્ફળ જતાં તેણે સહઆરોપી મહિલાની સાથે જાતીય સુખ માણ્યું હતું. આ આરોપી વિરુદ્ઘ ચાર્જશીટ પણ થઇ છે અને તેના વિરુદ્ઘ ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો હોવાના પ્રાથમિક પુરાવા હોવાથી નીચલી અદાલતે તેને જામીન આપ્યા નહોતા. તેથી તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી છે.