અખાડા પરિષદે મુખ્યમંત્રી યોગીને પૂછ્યા સવાલ – દારૂની દુકાન ખુલી શકે તો મંદિરના કપાટ કેમ નહિ ?

294

– સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાનમાં રાખી મંદિરના કપાટ ખોલવાની મંજૂરી આપી દેવા માંગણી

પ્રયાગરાજ : લૉકડાઉન 3.0માં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે જે બાદ હવે મંદિરોને પણ શ્રદ્ધાળુઓ માટે ખોલી મૂકવાની માંગ ઉઠવા લાગી છે.જ્યારે બીજી તરફ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનનાથને સવાલ કર્યા. તેમણે કહ્યું કે જ્યારે દારૂની દુકાનો ખુલી શકે છે તો શ્રદ્ધાળુઓ માટે મંદિરના દરાવાજા બંધ કેમ રખાયા છે? તેમણે યોગી સરકાર સમક્ષ સોશિયલ ડિસ્ટેન્સિંગને ધ્યાનમાં રાખી મંદિરના કપાટ ખોલવાની મંજૂરી આપી દેવા માંગણી કરી છે.હરિદ્વારના ધર્માચાર્યો અને કાશી વિદ્વત પરિષદ બાદ હવે સાધુ-સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદે પણ લૉકડાઉનમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખોલવાની માંગ કરી છે.મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે મંદિર ખોલવાની માંગને લઈ અખાડા પરિષદના મહામંત્રી અને પંચ દશનામા જૂન અખાડાના સંરક્ષક મહંત હરિ ગિરી સાથે વાતચીત બાદ દેશના પીએમ મોદી,ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને એક પત્ર પણ લખશે.

Share Now