નવી દિલ્હી, તા.૨૦: ચીનની વસ્તુઓના બહિષ્કારની વધી રહેલી માગને કારણે ૧૭ અબજ ડોલરની ચીનની નિકાસને અસર થવાની શકયતા છે.લદ્દાખમાં ચીનના સૈનિકોની નાપાક હરકતોને પગલે સમગ્ર દેશના લોકો ચીનની વસ્તુઓના બહિષ્કારની માગ કરી રહ્યાં છે.
ભારત દર વર્ષે ચીનમાંથી ૭૪ અબજ ડોલરની વસ્તુઓ કરે છે. તે પૈકી ૧૭ અબજ ડોલરની વસ્તુઓ રીટેલ વેપારીઓ વેચે છે.જેમાં મોટે ભાગે રમકડા, ઘરની વસ્તુઓ,મોબાઇલ,ઇલેકિટ્રક,ઇલેકટ્રોનિક ગિડ્સ અને કોસ્મેટિક વસ્તુઓનો સમાવેશ થાય છે.ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા વેપાર મંડળ પણ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાના પક્ષમાં છે.
જો કે વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જણાવ્યું છે કે કોરોના લોકડાઉનને હળવું બનાવવામાં આવતા અર્થતંત્ર ધીમે ધીમે પાટા પર ચડી રહ્યું છે.આ દરમિયાન એસબીઆઇના મુખ્ય આર્થિક સલાહકાર સૌૈમ્યા કાંતિ ઘોષે જણાવ્યું હતું કે એક કવાર્ટરના જીડીપીમાં ૪૦ થી ૫૦ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.