કોલકાતા/નવી દિલ્હી, 13 જુલાઈ : ઉત્તર દિનાજપુર જિલ્લા હેઠળ હેમતાબાદના ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રોયની હત્યા માટે ભાજપ,મમતા બેનર્જીની સરકાર પર હુમલો કરી રહી છે.પાર્ટીના કેન્દ્રીય પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાએ કહ્યું છે કે,મમતા બેનર્જીના શાસનમાં ભાજપના નેતાઓની હત્યા અટકી નથી. સોમવારે સવારે ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રોય નો મૃતદેહ તાર પર લટકતો મળી આવ્યો હતો.તેનો મૃતદેહ તેના ગામ બિંદલમાં તેના ઘર નજીકથી મળી આવ્યો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, આત્મહત્યા જાહેર કરવા માટે, તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ જ લાશને ફાંસી પર લટકાવવામાં આવી છે.વિજયવર્ગીય એ આ અંગે ટ્વીટ કર્યું છે. આમાં તેમણે ધારાસભ્ય દેવેન્દ્ર રોય નો ફાંસી પર લટકતી મૃતદેહનો વીડિયો શેર કર્યો છે.આ સાથે તેમણે લખ્યું છે કે,દુ:ખકારક અને કાયર કૃત્ય !!! મમતા બેનર્જીના શાસનમાં ભાજપના નેતાઓની હત્યા અટકી નથી.તૃણમુલમાં છોડીને,ભાજપમાં જોડાયેલા હેમતાબાદના ધારાસભ્ય શ્રી દેવેન્દ્ર નાથ રોયની હત્યા કરવામાં આવી હતી.તેનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો.શું તેનો ગુનો ફક્ત ભાજપમાં આવવાનો હતો? …
રાજ્ય બીજેપીએ પણ આ પ્રકારનું એક ટ્વીટ કરીને દાવો કર્યો છે કે,ભાજપમાં હોવાના કારણે ધારાસભ્યની હત્યા થઈ છે.પોલીસે હેમતાબાદના ધારાસભ્યની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.રાજકીય હત્યા છે કે પછી તેણે આત્મહત્યા કરી છે.હજી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ નથી.