કોરોના મહામારીના લીધે અત્યારે આખી દુનિયામાં આર્થિક મંદીનો માહોલ છે. તેના લીધે કામ ધંધાની શોધમાં વિદેશ ગયેલા લોકોની હાલત વધુ ખરાબ છે.કારણ કે રોજગારી ન મળતાં તે ત્યાં ફસાઇ ગયા છે.એવામાં દક્ષિણ ગુજરાતના લગભગ 150 મજૂરો હાલત પણ એવી જ છે,જે ઓમાનમાં ફસાયેલા છે.આ મજૂર ઓમાનમાં ફસાયેલા છે. આ મજૂર ઓમાનમાં એક કંસ્ટ્રક્શન કંપનીમાં કામ કરતા હતા,જે ગત 17 દિવસથી બંધ છે.અત્યારે તેમની પાસે કામ-ધંધો નથી અને ભૂખે મરવાની નોબત આવી છે. તો બીજી તરફ એક યુવકે તો કંટાળીને આત્મહત્યા કરી લીધી.
કંપની બંધ થયા બાદ આ તમામ લોકોને એક મોટા કેમ્પમાં રાખવામાં આવ્યા છે.જ્યાં તેમને મુશ્કેલીથી જમવાનું અને પાણી મળી રહ્યું છે.તેનાથી કંટાળીને ગુજરાતના ખેરગામના દીપકભાઇ નામના એક યુવકે કેમ્પમાં જ સોમવારે આત્મહત્યા કરી લીધી.કેમ્પમાં રહેતા અન્ય એક સાથીએ ફોન કરી તેની સૂચના આપી હતી, ત્યારબાદ તેને પરત લાવવા માટે કેન્દ્ર સાથે મદદ માંગવામાં આવી રહી છે.
ઓમાનમાં ફસાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગત બે વર્ષોથી ઓમાનમાં કંસ્ટ્રક્શન કંપનીમાં કામ કરી રહ્યા હતા. ઓમાનમાં લગભગ 6 હજાર ભારતીય મજૂર છે.કોરોનાના લીધે ઓમાનમાં પણ કંસ્ટ્રકશન બંધ છે અને લોકો બેરોજગાર છે.નગીનભાઇ જે કેમ્પમાં રહે છે,ત્યાં લગભગ 150 ગુજરાતી છે.લોકડાઉનના કારણે ક્યાંય બહાર નિકળી શકતા નથી અને હવે પાણી પીવા માટે પણ મજબૂર છે.તાજેતરમાં જ પોતાની સ્થિતિનો વીડિયો પણ વાયરલ કર્યો હતો.