ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દેશમાં વિવિધ સ્થળો પર દરોડા પડ્યા છે.જેમાં દિલ્હી- NCR, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત 21 સ્થળો પર દરોડા પાડીને 1000 કરોડ રૂપિયાથી વધુનું હવાલા ટ્રાન્ઝેક્શન પકડી પાડ્યું હતું. ગુપ્તમાહિતી અને નકલી ભારતીય પાસપોર્ટ ધરાવતા ચાર્લી પેંગ નામના ચીની શખ્સની ધરપકડના આધારે આ દરોડા પાડવામાં આવ્યાં હતાં.ચાર્લી પેંગનું અસલી નામ લુઓ સંગ હોવાનું માનવામાં આવે છે.ચાર્લીની ધરપકડ કરીને તેના 10 બેંક એકાઉન્ટફ્રીઝ કર્યા હતા. દરોડામાં કેટલાક ચીની નાગરિકો તેના ભારતીય સહયોગી વિરુધ્ધ તપાસ કરવામાં આવી હતી.આ રેકેટમાં ઘરના ઘાતકી થયા હોય એમ કેટલાક ચીની નાગરિક, તેના ભારતીય સહયોગી અને બેંક કર્મચારીઓ સામેલ હોવાનું સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સેઝ (CBDT)એ મંગળવારે સાંજે જણાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર શેલ કંપનિઓના માધ્યમથી મની લોન્ડ્રિગ દેશભરમાં થઈ રહ્યાનું જાણવા મળ્યું હતુ જોકે હાલ સુધી સીબીડીટીએ કંપનીના નામ જાહેર કર્યા નથી. સીબીડીટીએ કહ્યું હતું કે દરોડા દરમિયાન હલાવા લેવડ દેવડ અને મની લોન્ડ્રિંગના દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યાં છે.શરૂઆતમાં 300 કરોડ રૂપિયાના હવાલા કારોબાર વિશે જાણ થઈ હતી,જોકે આ આંકડો 1000 કરોડ રૂપિયાથી વધુ છે. તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસાઓ થવાની શંકા સેવાઈ રહી છે.આઈટી ડિપાર્ટમેન્ટની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચીની નાગરિકોના આદેશ પર બનાવટી કંપનીઓના 40 થી વધુ બેંક એકાઉન્ટમાં 1000 કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવામાં આવી છે.આ લેવડ દેવડ માટે હોંગકોંગ અને યુએસ ડોલરનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળેલ છે.

