ઓનલાઈન સેલમાં સર્જાયો રેકોર્ડ, દર મિનિટે 1.5 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાયા

284

રાજ્યના મહાનગરની વાસ્તવિક માર્કેટમાં ભલે ઘરાકી ઓછી જોવા મળી હોય પણ ઓનલાઈન ફેસ્ટિવલ સેલમાંથી લોકોએ તહેવારની ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં તા.15થી 21 ઑક્ટોબર વચ્ચેના સમયગાળામાં ઓનલાઈનમાં મોબાઈલ-સ્માર્ટફોને બાજી મારી લીધી છે. ઓનલાઈન સેલિંગમાં મોબાઈલ સેલિંગે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

આ વખતે શોપિંગ કેટેગરીમાં સૌથી વધારે સ્માર્ટફોન વેચાયા છે. કુલ ફેસ્ટિવલ સીઝન સેલના 47 ટકા શેર મેળવ્યા હતા.જેનો શ્રેય તાજેતરમાં લૉન્ચ થયેલા દરેક વ્યક્તિના ખિસ્સાને પોસાય એવા સ્માર્ટફોનને જાય છે. બેંગ્લુરૂની માર્કેટ રીસર્ચ કંપની RedSeerના જણાવ્યા અનુસાર પહેલા અઠવાડિયામાં ઓનલાઈન પ્લેટફોર્મ પર દર મિનિટે 1.5 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાયા હતા. જેના કારણે વેલ્યુ સિલેક્શન,સ્કિમ અને ફાસ્ટ ડિલેવરીને પણ વેગ મળ્યો છે. RedSeer કન્સલ્ટીંગ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે,અનેક રીતે આ ભારતીય ઈ-કોર્મસ માટે #FestivalofFirsts છે. જે ભવિષ્યમાં વિકાસના પાયાને મજબૂત બનાવશે.જોકે,મોટાભાગના યુવાનો સ્માર્ટફોન ઓનલાઈન લેવાનું પસંદ કરી રહ્યા છે. ગત વર્ષે ફેસ્ટિવલ સીઝન સેલમાં ફેશનનું જોઈએ એવું યોગદાન રહ્યું ન હતું.જોકે,આ વખતે ફેશનની ટકાવારી 14 ટકા નોંધાઈ છે.જોકે,ફોર્મલ અને ફેસ્ટિવ વેરની માંગ હજું ઓછી છે.રિપોર્ટમાંથી જાણવા મળ્યું છે કે,હોમ અને હોમ ફર્નિશિંગ જેવી કેટેગરીમાં વર્ક ફ્રોમ હોમ અને સ્ટડી ફ્રોમ હોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત માંગ વધતી હોવાનું જોવા મળ્યું છે.

ગત અઠવાડિયે સ્માર્ટફોન કંપની Mi India એ જણાવ્યું હતું કે, કંપની એમેઝોન, ફ્લિપકાર્ટ અને mi.com ના પ્લેટફોર્મ પરથી સાત દિવસીય ફેસ્ટિવલ સેલ દરમિયાન 50 લાખ હેન્ડસેટ વેચાયા છે. ચીનની સ્માર્ટફોન બ્રાંડ પોકોએ ફ્લિપકાર્ટ પર ફેસ્ટિવ સેલમાં 10 લાખથી વધારે સ્માર્ટફોન વેચી નાંખ્યા હતા.આ પહેલા ફ્લિપકાર્ટે જણાવ્યું હતું કે,મોબાઈલ કેટેગરીમાંથી કંપનીને બમણો ગ્રોથ થતા એક રેકોર્ડ બન્યો છે.પ્રીમિયમ સેગમેન્ટમાં સ્માર્ટફોનને 3.2 ગણો ગ્રોથ થયો હતો.જેમાં સૌથી મોટો ભાગ એપલ,ગુગલ અને સેમસંગ સહિત અન્ય મોટી કંપનીઓનો રહ્યો છે. જોકે,આ વખતે કોરોના વાયરસના કાળમાં અનેક લોકો ઓનલાઈન વસ્તુઓ મંગાવીને બજારની ભીડથી બચી રહ્યા છે.આ ઉપરાંત ઘરે ડિલેવરી મળી જવાથી અને બદલવા માટેનો વિકલ્પ મળી રહેતા ઓનલાઈન પ્લેટફોર્મ પર શોપિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

Share Now