બીએમઆયએફ ભરથાણા કોલેજમાં તારીખ 24 તારીખે સ્પંદન નામે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો : શહેર પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ , જિલ્લા શિક્ષણ અધિકારી એચ .એસ રાજ્યગુરુ તેમજ બીએમઆઇએફના ડિરેક્ટર અનિલ જૈન અને આચાર્ય લોકેશ મુનિ મહારાજની ઉપસ્તિથીમાં રામતગત ક્ષત્રે નામના પામેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજયો
સુરત , તારીખ 25 – ભગવાન મહાવીર એડજયુકેશનલ ફોઉન્ડેશન દ્વારા ગતરોજ મહાવીર કોલજના કેમ્પસ ગ્રાઉન્ડમાં સ્પંદન 2020 નો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યમાં સંસ્થાના તમામ હોદ્દેદારો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સાંજે શરૂ થયેલા આ કાર્યક્રમમાં વિશેષ ચીફ ગેસ્ટ તરીકે શહેર પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટ , જિલ્લા શિક્ષણ અધિકારી એચ .એસ રાજ્યગુરુ અને જૈન મુનિ આચાર્ય લોકેશ મુનિ સહિત ફોઉન્ડેશનના અન્ય ટ્રસ્ટી સહિતના મહાનુભવો હાજર રહ્યાં હતા. જુનિયર કેજી થી લઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ હેઠળ નૃતય અને સંગીતના કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ દરમયાન તેજસ્વી વિદ્યાર્થીઓને મોટિવેશન પુરી પાડવા તેમજ સંસ્થા તરફથી ટ્રોફી અને ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધ્યા હતા જેમાં તેમને રાષ્ટ્રહિત માટે આઇપીએસ ,આઈઆરએસ તેમજ કલકટર બની દેશની સેવા કરી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઉપરાંત વિધાર્થીઓમાં જોશ અને ઉમંગ કાયમ રાખવા તેમને અન્ય રાષ્ટ્રસેવા અને ભણતર તરફ તકેદારી રાખવા પણ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.ત્યારબાદ શરુ થયેલા કાર્યક્રમમાં વિવિધ ધોરણના વિધાર્થીઓએ પેરફોર્મન્સ આપ્યું હતું જેના કારણે સ્પંદન 2020 નો આ વાર્ષિક મહોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.સમગ્ર કાર્યક્રમનો વાલીઓ અને તેમના બાળકોએ લાભ લીધો હતો. વિવિધ મ્યુઝિકલ થીમ અને વિવિધ વેશભૂષા ધારણ કરેલા વિધાર્થીઓના ડાન્સીન્ગ પર્ફોમન્સને લઈ ભગવાન મહાવીર કોલેજ કેમ્પસમાં ખુબ જ સુંદર નજારો જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમયાન વૉલન્ટીર ગ્રૂપે સારી સેવા પુરી પાડી હતી.ઉપરાંત ભગવાન મહાવીર સ્કૂલના તમામ શિક્ષકો ,સ્ટાફ અને એડમીન કક્ષાના પધિકારીઓ પણ હાજર રહી પોતાનું યોગદાન પૂરું પાડ્યું હતું કાર્યકમના અંતે બાળકો અને વાલીઓ માટે ફૂડ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ રાત્રે 9.30 કલાકે ટ્રસ્ટીઓની અને મેનેજમેન્ટ સ્ટાફની નિગરાની હેઠળ પૂર્ણ કરાયો હતો.આ યાદગાર પ્રસન્ગે સંસ્થાના ડિરેક્ટર અનિલ જૈન દ્વારા વધાવવામાં આવતો હતો અને શૈક્ષણિક ક્ષેત્રે કોલજો બાદ ભગવાન મહાવીર ઇન્ટરનેશનલ સ્કૂલને તમામ ક્ષેત્રે વધુ ઊંચાઈ અને પ્રગિતના શિખરે લઈ જવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો અને બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે પ્રયાસો હાથ ધરવાનો પ્રસ્તાવ પણ વાલીઓ સમક્ષ રજુ કર્યો હતો.