By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ડીફેન્સ ડીલ ઉપર મ્હોરઃ ટ્રેડ ડીલ ઉપર વાતચીત શરૂ થશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Breaking News > ડીફેન્સ ડીલ ઉપર મ્હોરઃ ટ્રેડ ડીલ ઉપર વાતચીત શરૂ થશે
Breaking NewsGeneral

ડીફેન્સ ડીલ ઉપર મ્હોરઃ ટ્રેડ ડીલ ઉપર વાતચીત શરૂ થશે

HM News
Last updated: 25/02/2020 10:09 AM
HM News
6 years ago
Share
SHARE

રૂ. ૨૧૦૦૦ કરોડના ડીફેન્સ ડીલ ઉપર સહી-સક્કાઃ ભારતને મળશે સૈન્ય સાધનો :સવારે રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગતઃ ટ્રમ્પે રાજઘાટ જઈ રાષ્ટ્રપિતાને શ્રધ્ધા-સુમન  અર્પણ કર્યાઃ ટ્રમ્પ દંપત્તિ દ્વારા વૃક્ષારોપણઃ હૈદરાબાદ હાઉસમાં મોદી-ટ્રમ્પ વચ્ચે મંત્રણાઃ જોઈન્ટ પત્રકાર પરિષદઃ અનેક કરારો ઉપર સહી-સિક્કાઃ સૈન્ય ક્ષેત્રે ૩ બિલીયન ડોલરના મહત્વના કરારો : ૫G ટેકનોલોજી અંગે વાતચીતભારત-અમેરિકા ઇસ્લામિક ત્રાસવાદ સામે સાથે રહીને લડશેઃ  ટ્રમ્પની ઉદ્યોગ જગત સાથે બેઠકઃ બપોરે હૈદરાાબાદ હાઉસમાં લંચઃ રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં કોવિંદ સાથે મુલાકાત અને ભવ્ય ડીનર પાર્ટી

નવી દિલ્હી, તા. ૨૫ :. ભારતની બે દિવસની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારનું ગઈકાલે અમદાવાદ અને આગ્રામાં ભવ્ય સ્વાગત કરાયા  બાદ આજે તેમના પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ છે. આજે ભારત અને અમેરિકા વચ્ચે ત્રણ બીલીયન ડોલરના ડીફેન્સ સહિતના કરારો કરવામાં આવ્યા હતા. બન્ને દેશ ટ્રેડ  ડીલ અંગે વાતચીત કરવા સંમત થયા હતા. વડાપ્રધાન મોદી સાથે ટ્રમ્પની વન ટુ વન મીટીંગ યોજાય હતી. એટલુ જ નહિ પ્રતિનિધિ કક્ષાની  બેઠક પણ યોજવામાં આવી હતી. આજે બપોરે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના માનમાં બપોરનું ભોજન યોજ્યુ હતું. સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિએ  ભવ્ય ડીનર પાર્ટીનું આયોજન કર્યુ છે. ટ્રમ્પની આજે ઉદ્યોગ જગત સાથે મુલાકાત પણ યોજાઈ રહી છે. ગઈકાલના અતિવ્યસ્ત કાર્યક્રમ બાદ આજે સવારે  રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ હતું. ઉપરાંત ૨૧ તોપોની સલામી  આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીએ તેમનુ સ્વાગત કર્યુ હતું. આ ભવ્ય સમારોહ એક યાદગાર સમારોહ બની રહ્યો હતો. સ્વાગત સમારોહ  બાદ ટ્રમ્પ અને તેમના પત્નિ રાજઘાટ ગયા હતા અને જ્યાં તેમણે રાષ્ટ્રપિતાની સમાધી પર ફુલો અર્પણ કરી નમન કર્યુ હતું. ઉપરાંત ત્યાં ટ્રમ્પ દંપતિએ વૃક્ષારોપણ પણ કર્યુ હતું.  હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે વન ટુ વન અને પ્રતિનિધિ સ્તરની બેઠક યોજવામાં આવી હતી. જ્યાં બન્ને દેશો વચ્ચે સંરક્ષણ સહિત કરારો કરવામાં આવ્યા હતા. ભારત અને અમેરિકાએ આજે ૩ અબજ ડોલરના સંરક્ષણ સોદા ઉપર સહી-સિક્કા કર્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ ટ્રમ્પે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનનો ઉધડો લીધો હતો. તેમને આજે પણ પાકિસ્તાનની ધરતી ઉપરથી ચાલતા ત્રાસવાદ ઉપર લગામની જરૂર છે તેવુ જણાવ્યુ હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદીએ બન્ને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યુ હતુ કે હું કદી મહેમાનગતિ ભૂલીશ નહિં. ૩ અબજ ડોલરના સંરક્ષણ સોદા અંગે જણાવાયુ હતુ કે અમેરિકાથી ૨૪ એમએચ-૬૦ રોમીયો હેલીકોપ્ટર ખરીદવામાં આવશે. જેની કિંમત ૨.૬ અબજ ડોલર છે. આ ઉપરાંત ૮૦ કરોડ ડોલરના અપાચે હેલીકોપ્ટર ખરીદાશે. પીએમ મોદીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે અમે ભારત અમેરિકા ભાગીદારીની મહત્વની બાબતો પર ચર્ચા કરી હતી. અમે ઉર્જા, ટ્રેડ, પીપલ ટુ પીપલ વાતચીત પર ચર્ચા કરી હતી. સંરક્ષણ ડીલથી બન્ને દેશના સંબંધો વધુ મજબુત થશે. વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ વચ્ચે વ્યાપાર અને નિવેશ, અફઘાનિસ્તાનમાં તાલીબાન સાથે શાંતિ સમજુતી, પાકિસ્તાન, વિશ્વની અનેક બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ૩ અબજ ડોલરના અતિ આધુનિક સૈન્ય હેલીકોપ્ટર અને અન્ય ઉપકરણો માટેના કરારો થયા હતા. ભારત અને અમેરિકા બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ કરવા સંમત થયા હતા. બન્ને નેતાઓ વચ્ચે સરહદ પારથી આચરાતા ત્રાસવાદ અંગે ચર્ચા કરી હતી. ૫-જી ટેકનોલોજી અંગે પણ ચર્ચા થઈ હતી. અંતરિક્ષમા માનવ મોકલવા માટે પણ અમેરિકા મદદ કરશે. ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધે તે માટે બન્ને દેશોએ ચર્ચા વિચારણા કરી હતી. બાદમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંયુકત પત્રકાર પરિષદને પણ સંબોધન કર્યુ હતું. અમેરિકન દુતાવાસમા ઉદ્યોગ જગત સાથે બેઠકનું પણ આયોજન થયુ હતું. જેમાં અંબાણી, અદાણી સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા. આજે સાંજે ૭.૩૦ કલાકે ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે અને રાષ્ટ્રપતિએ યોજેલા ડીનરમાં સામેલ થશે. ડીનરમાં ભાગ લીધા બાદ રાત્રે ૧૦ કલાકે ટ્રમ્પ અમેરિકા જવા રવાના થશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભગવાન મહાવીર એજયુકેશનલ ફાઉન્ડેશન દ્વારા સ્પંદન 2020 વાર્ષિક મહોત્સવ ઉજવાયો
Next Article સોનું 45 હજારના નવા શિખરે, શો- રૂમો સૂમસામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

6 days ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

6 days ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

6 days ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up