સુરત દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ટૂ વ્હિલર ચાલકો માટે શહેરના ઓવરબ્રિજ પર વાહનો ચલાવવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરીને 14મી અને 15મી જાન્યુઆરીના રોજ ટૂ વ્હિલર ચાલકો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
નદી પરના બ્રિજ ખુલ્લા રહેશે
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જાહેરનામા દ્વારા તા.14/01/2021 થી 15/01/2021ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી જરૂરી નિયંત્રણો ફરમાવ્યા છે.જે અનુસાર પ્રતિબંધિત સમય દરમ્યાન ટુ-વ્હિલર વાહનચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવર બ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે.
સેફ્ટી ધરાવતા વાહનોને જ અવરજવર કરવા દેવાશે
જે ટુ-વ્હિલર વાહનચાલકો ટુ-વ્હિલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવે તેવા વાહનચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે.તેમજ નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હિલર વાહનચાલકોને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.