-11 જાન્યુઆરીથી ટ્રમ્પનો એકાઉન્ટ બંદ કર્યો
વૉશિંગ્ટન તા.13 જાન્યુઆરી 2021 બુધવાર
ગયા સપ્તાહે પ્રમુખ ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હિલ પર કરેલા હિંસક હુમલા બાદ ટ્રમ્પની કંપનીઓની મુશ્કેલી શરૂ થઇ ગઇ હતી.વીસ જાન્યુઆરીએ ટ્રમ્પ પ્રમુખપદ છોડે એટલી વાર છે.પછી તેમના પર મુશ્કેલીઓની વણઝાર ત્રાટકશે એમ મનાય છે.
એની શરૂઆત સોમવાર 11 જાન્યુઆરીથી થઇ ગઇ હતી.સિગ્નેચર બેંકે ટ્રમ્પ ઓર્ગેનાઝેશનના ખાતાં બંધ કરવા માંડ્યાં હતા.એકવાર ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડે પછી તેમની કંપની ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનને કોઇ બેંક લોન આપવા તૈયાર થશે કે કેમ એ કહેવાનું કપરું છે.છેલ્લાં દસ વર્ષમાં ડ્યૂશ બેંકે ટ્રમ્પની કંપનીએાને 300 મિલિયન ડૉલર્સની લોન આપી હતી.ગયા મહિને ડ્યૂશ બેંકના ટ્રમ્પ સમર્થખ બંને પ્રાઇવેટ બેંકર્સે રાજીનામાં ધરી દીધાં હતાં.
બીજી બાજુ ટ્રમ્પની સ્થાવર મિલકત પર પણ મુશ્કેલીઓ આવવાની શરૂઆત થઇ ગઇ હતી. એવી મિલકતમાં વૉશિંગ્ટન ડીસીના પૂર્વ વિસ્તારમાં એક પોસ્ટ ઑફિસ પર બનેલી હૉટલનો સમાવેશ થાય છે.પોસ્ટ ઑફિસ સરકારી મિલકત છે.એના પર ટ્રમ્પ પોતાની હૉટલ ચલાવી શકે નહીં.
કેપિટલ હિલમાં હિંસક બનાવો બન્યા પછી કેટલીક કંપનીઓએ ટ્રમ્પ સાથેના સંબંધોનો અંત આણવાની શરૂઆત કરી દીધી હતી.એવી એક કંપની પ્રોફેશનલ ગોલ્ફ એસોસિયેશન છે.આ સંસ્થાએ એવો નિર્ણય જાહેર કર્યો હતો કે ટ્રમ્પના ન્યૂ જર્સી ખાતે આવેલા ગોલ્ફ કોર્સમાં હવે અમે કોઇ ચેમ્પિયનશીપ સ્પર્ધા નહીં યોજીએ.
જગવિખ્યાત ફોર્બ્સ સામયિકે વળી એવો રિપોર્ટ પ્રગટ કર્યો હતો કે કોરોના મહામારી દરમિયાન ટ્રમ્પની કંપનીઓએ ભારે આર્થિક નુકસાન કર્યું હતું.ટ્ર્મ્પની કંપનીઓએનું નેટવર્થ 100 મિલિયન ડૉલર્સ જેટલું ઘટી ગયું હતું.જો કે આમ થવા છતાં તેમની કંપનીએનું નેટવર્થ અત્યારે 2.5 બિલિયન ડૉલર્સ (એટલે કે 18,3-8 રૂપિયા)નું ગણાય છે. ફોર્બ્સના રિપોર્ટ મુજબ ટ્રમ્પના પરિવાર પાસે જુદા જુદા 500 બિઝનેસ છે.ટ્રમ્પે મુંબઇ ઉપરાંત મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની ગણાતી પૂણેમાં પંચશીલ ટાવર બનાવ્યા છે અને 23 મજલાનું આ ટાવર દેશનું પહેલું ઇકો ફ્રેન્ડલી ટાવર છે.તદુપરાંત ટ્રમ્પે કોલકાતા અને ગુડગાંવમાં પણ રિયલ એસ્ટેટનો બિઝનેસ કર્યો હતો.
આમ છતાં બિઝનેસ જગતના નિષ્ણાતો માને છે કે એકવાર ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડે પછી તેમની મુશ્કેલીઓ વધી જશે.કેટલાક કાનૂની દાવપેચમાં એ સપડાઇ જાય તો નવાઇ નહીં.


