જીએસટીના નાના કરદાતાઓ માટે હવે નવી વાત આવી છે અને હવે 35 નહિ પરંતુ 100 ટકા ટેક્સ અને તે પણ રોકડમાં ભરવો પડશે.તેવી જોગવાઈ થતા કરદાતાઓ ની મુશ્કેલી વધી છે.જાન્યુઆરી માસમાં જીએસટીની નવી સ્કીમ કવાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટની જાહેરાત થતા આ સ્કીમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો પરંટી આ સ્કીમમાં સરકારે હવે બદલાવ કરી દીધો છે અને હવે થી 35 ટકાને બદલે 100 ટકા ટેકસ રોકડમાં ભરવાની જાહેરાત કરતા નાના કરદાતાની વર્કીગ કેપિટલ હવે ટેક્સમાં રોકાઇ રહેશે.
જીએસટીમાં નાના કરદાતાઓ જેનું વેચાણ રૂ. 5 કરોડથી નીચે હોય તેવા કરદાતાઓને નવી સ્કીમ કવાર્ટરલી રિટર્ન મંથલી પેમેન્ટ સ્કીમનો ઓપ્શન જાન્યુઆરી 2021થી આપવામાં આવ્યો હતો.મોટા ભાગના કરદાતાઓએ આ ઓપ્શનની પસંદગી કરી હતી.પરંતુ 5 ફેબ્રુઆરીએ જીએસટી ડિપાર્ટમેન્ટે પરિપત્ર કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કરદાતાને 35 ટકાની જગ્યાએ 100 ટકા રોકડમાં ભરવાની જાહેરાત કરતા હવે કરદાતાઓ મુશ્કેલીમાં મુકાયા છે.