– સંયુક્ત રાષ્ટ્રસંઘનો રિપોર્ટ : ઉત્તર કોરિયા પાસે પરમાણુ પ્રોજેક્ટ માટે ફંડ ન હોવાથી કિમ જોંગ ઉન આડા રસ્તે ચડી ગયા
સંયુક્ત રાષ્ટ્રસંઘ, તા. 9 ફેબ્રુઆરી : નોર્થ કોરિયાની સરકાર પોતે જ હેકર્સ દ્વારા દુનિયાભરમાંથી ખંડણી ઉઘરાવે છે.સંયુક્ત રાષ્ટ્રસંઘના રિપોર્ટ પ્રમાણે 2019-20માં ઉત્તર કોરિયાના હેકર્સે વિવિધ દેશો-કંપનીઓ પાસેથી 31.64 કરોડ ડૉલરની ખંડણી ઉઘરાવી હતી.આ ખંડણી ઉત્તર કોરિયાની સરકારને મળી હતી.
સરકારે તેનો ઉપયોગ પરમાણુ અને બેલેસ્ટિક મિસાીલ કાર્યક્રમ આગળ ધપાવવા માટે કર્યો હતો.વાડ જ ચીભડાં ગળી જતી હોવા જેવો આ વૈશ્વિક કિસ્સો સામે આવ્યો છે.રાષ્ટ્રસંઘના રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયા પાસે પુરતા નાણા નથી.સરકારી નાણા સંસ્થાઓ મિસાઈલ-પરમાણુ કાર્યક્રમ માટે ફંડ આપી શકતી નથી.
બીજી તરફ કિમ જોંગ ઉન પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવવા મક્કમ છે.માટે એ અન્ય દેશો પાસેથી નાણા ચોરી કરાવી તેનો ઉપયોગ કરે છે.રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયાની આર્થિક સ્થિતિ કોરોનાકાળમાં કથળી છે.એમાં પણ પરદેશથી આવતુ તરલ નાણુ અટકી ગયુ હતુ.માટે સરકારે ચોરીનો રસ્તો અપનાવ્યો હતો.


