સાપુતારા : ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ થઈ ગયો છે.તેવામાં ડાંગ ચૂંટણી ઇન્ચાર્જ ગણપત વસાવા અને સહ ઇન્ચાર્જ અશોક ધોરજીયાના અધ્યક્ષ સ્થાને ઉમેદવારો અને કાર્યકરોને માર્ગદર્શન આપવા બેઠક યોજાઇ હતી.
ડાંગ જિલ્લામાં 18 જિલ્લા પંચાયત અને 48 તાલુકા પંચાયતની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.જિલ્લામાં ભાજપની વિકાસકીય નીતિથી મતદારો પ્રભાવિત થઈ રહ્યા છે.તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવાર નક્કી થઈ ગયા હોય ભાજપના સૌ કાર્યકરો એક મત થઈ પાર્ટી સમર્પિત ઉમેદવારને વિજય બનાવવા થનગની રહ્યા છે.આજ રોજ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે મંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને મળેલ માર્ગદર્શન બેઠકમાં દરેક કાર્યકર્તાઓમાં મજબૂત સંગઠન સાથે એકમત જોતા મંત્રી વસાવા એ સંતોષ અનુભવ્યો હતો.તેમજ આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા હાકલ કરી હતી. આ બેઠકમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર,મહામંત્રીઓ,મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


