By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગુજરાતની પ્રજાના આશીર્વાદ – શુભેચ્છા વિજયભાઈને સાથે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ગુજરાતની પ્રજાના આશીર્વાદ – શુભેચ્છા વિજયભાઈને સાથે
AhmedabadGeneralGujarat Now

ગુજરાતની પ્રજાના આશીર્વાદ – શુભેચ્છા વિજયભાઈને સાથે

HM News
Last updated: 15/02/2021 10:44 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરાની જાહેરસભા સંબોધતા હતા ત્યારે અચાનક એમનું સ્વાસ્થ્ય બગડ્યું હતું પરંતુ ગણતરીની મિનિટોમાં તેઓ પુન: સ્વસ્થ થયા હતા.એમના સારા સ્વાસ્થ્ય માટે ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા અને વિજયભાઈની સાથે પચ્ચીસ વર્ષથી પણ વધુ સમયથી આત્મીયતાથી સંકળાયેલા રાજુભાઇ ધ્રુવે એમના સારા સ્વાસ્થ્ય માટે મંગળ કામના કરી છે.

ભાજપનાં અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબિયત હાલ સારી છે.મુખ્યમંત્રીશ્રીનું બ્લડ પ્રેશર-લો થયું હતું.યુ.એન.મહેતા હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવતા તેઓ હવે સ્વસ્થ છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.સમગ્ર ગુજરાતની જનતાનાં આશીર્વાદ તેમની સાથે છે,તેમનાં સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થનાઓ થઈ રહી છે.તેઓ થોડી કલાકોમાં ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ ફરી એકવાર ગુજરાતનાં વિકાસને અગ્રેસર કરવાની કામગીરી શરૂ કરી દેશે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી એટલે સરળતા, સંવેદનશીલતા, સેવા અને સહજતા જેવા ઋજુ ગુણોથી શોભતું સૌમ્ય વ્યક્તિત્વ… તેની સાથોસાથ જ નિર્ણાયકતા, નિડરતા, પરિશ્રમની પરાકાષ્ઠા અને હિમ્મત સાથે દૃઢ મનોબળ જેવી નક્કર લાક્ષણિક્તાઓના પીંડથી ઘડાયેલું વ્યક્તિત્વ… સરળતા અને સંવેદનશીલતાની સાથે દૃઢતા અને નિર્ભિક્તાનો સમન્વય ભાગ્યે જ જોવા મળે છે.

વિજયભાઈ એમના નામને પણ સાર્થક કરતા રહ્યા છે.વિજય સ્વયંમનો નહીં સૌનો… ગુજરાત અને ગુજરાતની જનતાના વિકાસ અને વિજયનો ભેખ ધરીને સૌના સાથ સાથે સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસનો માર્ગ વિજયભાઈ રૂપાણી પ્રશસ્ત કરી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી બાદ વિજયભાઈ રૂપાણીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ગુજરાતના ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે આલેખાશે જેનું કારણ છે,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જેમ દિવસ-રાત જન સમર્પિત કાર્યશૈલી. સતત શ્રમ અને પરિશ્રમ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિકાસનાં પંથે અગ્રેસર હતા, છે અને રહેશે.વિજયભાઈ રૂપાણીનું ચાર દાયકા ઉપરાંતનું જાહેર જીવન સંગઠન, સમર્પણ, સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે. તેમની આજ કાર્યશૈલીને કારણે આજે ગુજરાતનો વિકાસ અવિરત અને અકબંધ છે. ગુજરાતના ખૂણેખૂણામાં વસતા જનજનના વિકાસ માટે સતત અને સઘન શ્રમ – પરિશ્રમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની ભાજપ સરકાર કરી રહી છે. દિવસ-રાત કામકાજ કરવાની તેમની પદ્ધતિને કારણે આજે લાંબા ગાળે સ્વાસ્થ્યમાં થોડી અસર જોવા મળી છે પરંતુ ચિંતા જેવી કોઈ જ બાબત નથી.7 ઓગષ્ટ 2016ના રોજ ગુજરાતનું નેતૃત્વ મુખ્યમંત્રી તરીકે સંભાળ્યું ત્યારથી આજ પર્યંત તેમનો સાડા ચાર વર્ષનો કાર્યકાળ દર્શાવી રહ્યો છે કે, વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીના પદને સત્તા નહીં બલ્કે જનતાની સેવા કરવાનું માધ્યમ બનાવ્યું છે.

આજે ગુજરાતના અદ્વિતીય વિકાસની આગવી ઓળખ ચોમેર ઊભી થઈ છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના કાર્યકાળમાં એક દિવસ પણ રજા લીધી નથી. સરકારી કામકાજ ઉપરાંત પક્ષનાં કામકાજમાં પણ એટલી જ સમર્પિત તેમની કાર્યશૈલી છે. કેબિનેટની બેઠક હોય, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હોય,ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવાના હોય,સભા-રેલી સંબોધન હોય, નવી યોજનાઓ અને કાયદાઓ ઘડવાના હોય, પ્રવાસો અને મુલાકાતો હોય.. તેઓ ક્યારેય થાક્યા કે હાર્યા નથી.એક પાયાના કાર્યકરથી લઈને ગુજરાતના સૂત્રધાર સુધીની સફર દરમિયાન વિજયભાઈ રૂપાણી મજબૂત મનોબળ સાથે મક્કમતાનો મહામૂલો ગુણ ધરાવતા આવ્યા છે જેનું જ્વલંત ઉદાહરણ ગઈકાલે બનેલી ઘટના છે.તબિયત લથડયા બાદ તરત જ તેઓ ખૂદ ચાલીને હેલિકોપ્ટર સુધી પહોંચ્યા હતા. આજે તો તેઓ ફરી પોતાના કામકાજમાં લાગી જશે એવું લાગી રહ્યું છે. વિજયભાઈ રૂપાણી મજબૂત મનોબળ સાથે તંદુરસ્ત તન-મન ધરાવે છે.કોઈ કારણસર તેમની તબિયત લથડી હતી પરંતુ હવે તેઓ સ્વસ્થ્ય છે અને ચિંતાની કોઈ વાત નથી તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સ્વાસ્થ્યની મંગળકામનાઓ કરી છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લ્યો હવે ક્યાંથી ભૂંસાય નરેન્દ્ર મોદીનું નામ?… મોદી નાનકડું બાળક બની ગયા
Next Article ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ગણપત વસાવાએ ઉમેદવારો અને કાર્યકરો સાથે બેઠક યોજી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up