સુરતના બીજેપીના ધારાસભ્ય અને યુવા મોરચાના અધ્યક્ષ હર્ષ સંઘવી એક વાર ફરી વિવાદમાં આવ્યા છે.આ વખતે તેમણે કોઈક નાના બીજેપી કાર્યકર્તા જેવી વિચારસરણી દાખવીને આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એડિટેડ વિડીયો શેર કર્યો છે,જેના કારણે તેમને કોમેન્ટમાં ભારે ટીસ્કાર મળ્યો છે,અને તેમને ટ્રોલ થવાનો વારો આવ્યો છે.
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કેજરીવાલનો અધૂરો વીડિયો શેર કર્યો, યુઝર્સે કરી નાખ્યા ટ્રોલ
હર્ષ સંઘવીએ ચૂંટણીના એક દિવસ પહેલા જ રાજકીય સ્ટન્ટ કર્યો હતો,જેમાં તેમણે એક વિડીયો શેર કર્યો છે,જો કે આ વિડીયો જૂનો હોવાથી સોસ્યલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે.કારણ કે આ વિડીયો એડિટેડ હોવાનું પણ લોકોએ કૉમેન્ટ્સ કરી જણાવ્યું હતું. અને એટલા માટે જ લોકો તેમના સમર્થનની જગ્યાએ તેમના વિરુદ્ધમાં જ કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. અને કેજરીવાલના વિડીયોને પગલે હર્ષ સંઘવી ફરી ચર્ચામાં આવી ગયા છે.આ ટ્રોલ કાંડ પરથી એક સવાલ એ પણ થાય છે કે શું હર્ષ સંઘવી ગુજરાતમાં આપની દિલ્હીવાળી કરવાની વાતથી ઘભરાય ગયા છે??
હકીકત શું છે?
હર્ષ સંઘવી દ્વારા શેર કરેલ પોસ્ટમાં કેજરીવાલના ભાષણનો એક ટુકડો છે જેમાં ઉલ્લ્લેખ મુજબ “ગુજરાતના લોકો મારુ જે બગાડવું હોય બગાડી લો” જો કે આ સંપૂર્ણ સચ્ચાઈ ના હોય લોકોએ તુરંત કૉમેન્ટ્સ શરૂ કરી ટ્રોલ કર્યા હતા.અને આપ સુરતના કોર્પોરેટરના ઉમેદવાર પંકજ ધામેલીયા દ્વારા આ વીડિયોના ખુલાસામાં આખો વિડીયો શેર કરાયો હતો, જેમાં દર્શાવાયું છે કે જે વાક્યો ઉચ્ચારવામા આવ્યા હતા, તે ગુજરાતના લોકો માટે નહીં પણ ગુજરાત બીજેપીના કાર્યકરો માટે હતા,કારણ કે હવે ગુજરાતમાં પણ આપ દ્વારા પોતાનો પગ પેસારો કરવાની એકે તૈયારી બતાવવામાં આવી રહી છે..
આ બાબતે સુરત શહેર આપ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ હતી જેમાં આખરે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.આપણા યોગેશ જાડવાનીએ જણાવ્યું હતું કે ચૂંટાયેલા જન પ્રતિનિધિ તરીકે આ પ્રકારનો એડિટેડ વિડિઓ શેર કરી સમાજમાં નફરતનું વાતાવરણ ફેલાવવમાં આવી રહ્યું છે ભાજપ આઇટી સેલ પણ નકલી અને ભડકાઉ વિડિઓ વાઇરલ કરીને નફરત ફેલાવે છે.વિડિઓ એડિટેડ અને મોર્ફ કર્યો હોવાનું જણાવી આ બાબતે શહેર કમિશનરને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.સમગ્ર પ્રકરણમાં આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે ભાજપના હોદ્દેદારો ને કામ બાબતેની પોસ્ટ મૂકવામાં આવે તો તેને પોલીસ દ્વારા ઉંચકી લેવામાં આવે છે.ભૂતકાળમાં સામાન્ય માણસો વિરુદ્ધ પોલીસે કાર્યવાહીના અનેક દાખલા મોજુદ છે તેથી પોલીસ ધારાસભ્ય વિરુદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

ટ્રોલરોએ શું કૉમેન્ટ્સ કરી ??
અગાઉ બાઈક પર ત્રણ સવારી અને વગર માસ્ક લોકડાઉનમાં ક્રિકેટ રમતા ફોટોએ દ્વારા વિવાદમાં આવેલા હર્ષ સંઘવી ફરી પોતાની એક એડિટેડ પોસ્ટ દ્વારા વિવાદમાં આવ્યા છે, જેમાં લોકોએ તેમને અરીસો બતાવવાની કોશિશ કરી હતી, અને લખ્યું હતું કે, ” શુ યાર 1500 રુ પગારદાર ના આઈટી સેલ જેવા વીડીયા કટ કરેલા મુકીને ઓછી કરો છો” , “ગુજરાત વાલો મતલબ ગુજરાતના રાજકારણી અને બધાને ખબર છે કે ગુજરાતમાં બીજેપી જ છે માટે તમને ફર્ક પડવું ના જોઈએ.” , “આ હમણાં પોસ્ટ કરવાનું લોજીક શું છે? એટલા માટે જ કે માત્ર એક દિવસમાં ચૂંટણી છે? આ સીધા લોકોને મૂર્ખ બનાવાનું છોડી ડો, આ તમારી અને તમારી પાર્ટીની વિરુદ્ધમાં જ જઈ રહ્યું છે. ” અને “એડિટેડ વિડિઓ મૂકી ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ. ડિસપોઈંટ્મેન્ટ ફ્રોમ બીજેપી “…


