ફરીયાદમાં વકીલ કેતન પટેલ તથા વકીલ નીરજ જૈનનું નામ તાત્કાલિક કાઢી નાંખવામાં આવે તેવી માંગ
રાજપીપળા : નર્મદા જિલ્લા હિન્દૂ જાગરણ મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી જેમાં હિન્દૂ આગેવાનોમાં વડિયાના ઉમેદભાઈ વસાવા, નિલેશ તડવી, સહીત આગેવાનો હાજર રહ્યા હતા. અને જિલ્લા કલેક્ટર અને સાંસદ ભરૂચ, છોટાઉદેપુરને પણ લેખિતમાં રજૂઆત કરી છે. હિન્દૂ જાગરણ મંચ દ્વારા અપાયેલા આવેદનમાં તેમને કેટલાક મુસ્લીમ સમાજ પર આક્ષેપો લગાવી રજુઆત કરી જેમાં જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતભરમાં અનેક રીતે હિન્દુ સમાજ ૫૨ મુસ્લીમો દ્વારા લવ જેહાદ, લેન્ડ જેહાદ અકીલા અને ધંધા-રોજગાર આયોજન પુર્વક જેહાદ થઈ રહયા છે.સાગર પંથી ખંભાત જેવી જગ્યાએ પુર્વ આયોજીત કાવતરા સાથે હીન્દુ સમાજના લોકોના મકાનો સળગાવી દેવામાં આવ્યા છે. તથા ખંભાત, બોડેલી, છોટાઉદેપુર, ખેડા, નડીયાદ,કચ્છ, ભચાઉ, રાજકોટ, જેતપુ૨, સુરત, વડોદરા, ચોટીલા, સુરેન્દ્રનગર, લીમડી, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, મહુવા, બોટાદ, ભાવનગર, વલસાડ , અંકલેશ્વર, ગામે ગામ તથા રાજયમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદની ઘટનાઓ બની રહી છે. તારીખ ૨૩/૦૨/૨૦૧૭ ના રોજ ખંભાતમાં હીન્દુ સમાજના પુર્વ આયોજીત કાવતરા સાથે 50 જેટલા ઘરો ૫૨ મુસ્લીમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાવી માંગણી કરાઈ છે કે તારીખ ૨૫ ફેબ્રુઆરી ના રોજ કરેલ ફરીયાદમાં વકીલ કેતન પટેલ તથા વકીલ નીરજ જૈનનું નામ તાત્કાલિક કાઢી નાંખવામાં આવે અને ફરીયાદમાં ખોટી રીતે નામ સંડોવવા ખાત૨ તથા હીન્દુ જાગરણ મંચ અને હીન્દુ સંગઠનોનું નામ ખોટી રીતે બદનામ કરવા માટે ફ૨ીયાદ દાખલ કરવાની સુચના આપનાર સામે તાત્કાલીક ખાતાકીય તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.