UP ધર્માંતરણ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરૂી દેવામાં આવ્યો છે.આ ધર્માંતરણ કેસના તાર ગુજરાત સાથે પણ જોડાયેલાં હતા.આ મામલે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા વડોદરાના સલાઉદ્દીનની ધરપકડ કરવામાં આવી હતી.અને તેના પર ધર્માંતરણ માટે ફંડિંગ આપ્યાનો આરોપ છે.ત્યારે યુપી એટીએસે આ મામલે સલાઉદ્દીનના ઘર અને ઓફિસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સલાઉ
બે દિવસ પહેલાં ઉત્તરપ્રદેશ ધર્માંતરણ કેસ મામલે યુપી અને ગુજરાત એટીએસએ વડોદરાના સલાઉદ્દીનની ધરપકડ કરી હતી. સલાઉદ્દીનની પુછતાછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.સલાઉદ્દીનના એનજીઓને વિદેશથી ફંડ મળતું હતું.અને વિદેશથી આવેલાં આ પૈસાનો ઉપયોગ તે ધર્માંતરણ માટે કરતો હતો.તેણે ઉંમર ગૌતમને 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું.
ધર્માંતરણ મામલે એટીએસની ટીમ દ્વારા સલાઉદ્દીનના ઘર અને ઓફિસની સઘન તપાસ કરવામાં આવી રહી છે.અને એટીએસની ટીમ દ્વારા અનેક જરૂરી ગેજેટ સહિતના ડોક્યુમેન્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.સલાઉદ્દીન શેખની ધરપકડ બાદ તેણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટેમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ATS ટીમની દલીલોને ધ્યાનમાં લઇને આરોપીને 3 દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
યુપી ધર્માંતરણ કેસની વાત કરીએ તો, ઉંમર ગૌતમ પર હજારથી વધુ લોકોનાં ધર્માંતરણનો આરોપ છે.તે લોકોને રૂપિયા સહિત અન્ય લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો આરોપ છે.તેઓ મુખ્યત્વે મુકબધીર અને મહિલાઓને વધુ ટાર્ગેટ બનાવતા હતા.જેમાં ઉમર ગૌતમ પહેલા હિન્દુ હતો, પરંતુ વર્ષો પહેલા તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો છે.