બુટલેગરે વીડિયો ઉતારી ગુજરાતના આ શહેરની પોલીસ પર લગાવ્યો દારૂ વેચવાનો આરોપ

747

રાજ્યમાં દારૂબંધીનો કાયદો હોવાની વાત સરકાર કરે છે, પણ ખરેખર ગુજરાતમાં આ કાયદાનું પાલન થાય છે ખરું? આ કહેવાનું કારણ એ છે કે, અવારનવાર પોલીસના હાથે લાખો રૂપિયાનો દારુ પકડાય છે અને કેટલીક વાર તો પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા ઝડપાય છે ત્યારે સોશિયલ મીડિયામાં એક બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે અને તે વીડિયોમાં પોલીસ જ દારુનું વેચાણ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બુટલેગર વીડિયોમાં દારુ વેંચવાના આક્ષેપો વડોદરા પોલીસ પર કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

રિપોર્ટ અનુસાર વડોદરા નજીક આવેલા રતનપુર ગામમાં રહેતો અને દારુનું વેચાણ કરતા લાલા નામના બુટલેગરે વડોદરા LCB પોલીસ પર ગંભીર આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. લાલાએ LCB પોલીસ જ બુટલેગરોને દારુ આપતી હોવાનો આક્ષેપ કર્યો છે. આ વીડિયો વાયરલ થયા પહેલા લાલા બુટલેગરની LCBના જમાદાર રવિ પટેલની વાતચીતની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલા સુરેન્દ્રનગરના કુખ્યાત બુટલેગર શૈલેશ કોળીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે વીડિયોમાં બુટલેગર શૈલેશ કોળીએ પોલીસ સામે આક્ષેપો કર્યા હતા કે, પોલીસના રાઈટર તેની પાસેથી પૈસા લઇ જાય છે પરંતુ તે સસ્પેન્ડ ન થવા જોઈએ. આ ઉપરાંત વધુમાં બુટલેગરે કહ્યું હતું કે, પોલીસ ક્વાર્ટરમાં જ મારો માલ રહે છે એટલે પકડાય ન શકે.

Share Now