નવી દિલ્હી : કેન્યાના મુરંગાની એક સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દારૂ પાર્ટી અને શારીરિક સંબંધ બનાવતા રંગે હાથે પકડાઈ ગયા. 16 વિદ્યાર્થીઓ (છોકરાઓ અને છોકરીઓ) ને પોલીસે ઘટનાસ્થળેથી પકડ્યા.જ્યારે અન્ય સંદિગ્ધ વિદ્યાર્થીઓની શોધ થઈ રહી છે.
આ સ્કૂલ દેશના Gititu પ્રાંતમાં આવેલી છે.સ્કૂલના વિદ્યાર્થીઓને તહેવારો નિમિત્તે રજા આપવામાં આવી હતી.જેથી કરીને તેઓ પોતાના ઘરે જઈ શકે.વિદ્યાર્થીઓ બસમાં સવાર થઈને સ્કૂલથી નીકળ્યા હતા. પરંતુ ઘરે જવાની જગ્યાએ ડઝન જેટલા વિદ્યાર્થીઓ દારૂ પીતા અને સેક્સ કરતા પકડાયા.સ્થાનિક ન્યૂઝ પોર્ટલ Tv47 એ સૂત્રોના હવાલે જણાવ્યું કે મંગળવારે Makuyu ના બાર અને જંગલ વિસ્તારોમાંથી સ્ટુડન્ટ્સની ધરપકડ થઈ છે.કેટલાક સ્ટુડન્ટ્સ રૂમમાંથી કપડાં વગર પકડાયા.ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓને હેરોઈન જેવી નશીલી વસ્તુઓ પણ મળી છે.જો કે હજુ એ જાણકારી નથી મળી કે પકડાયેલા વિદ્યાર્થીઓ પર કઈ કલમો લાગી છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ 10 સ્ટુડન્ટ્સ એક રૂમમાં બારણા બંધ કરીને દારૂ પીતા અને શારીરિક સંબંધ બનાવતા પકડાયા હતા.જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પાસેના જંગલમાં યૌન વ્યવહાર કરતા પકડાયા હતા.હાલ આ તમામ સ્ટુડન્ટ્સને Makuyu પોલીસ સ્ટેશને લઈ જવાયા છે જ્યાં તેમને કસ્ટડીમાં રખાયા.પોલીસ અધિકારી પકડાયેલા સ્ટુડન્ટ્સના માતા પિતા અને તેમના શાળાના કર્મચારીઓને શોધવામાં લાગી છે.

