– અપને શહેરમેં કુછ ભી ઇલ્લીગલ દિખે તો ઝુકને કા નઈ,100 નંબર ડાયલ કરને કા…”
સુરત શહેર પોલીસ દ્વારા ટ્વીટર,ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર આ રીતે લોકોને નિડરતાથી રહેવા અને પોલીસ પર વિશ્વાસ રાખી માહિતી આપવા મેસેજ આપવામાં આવી રહ્યો છે.સુરત પોલીસ દ્વારા લોકોની સલામતી અને વ્યવસ્થાને ધ્યાને લઈ ઇમરજન્સી માટે 100 નંબર,ટ્રાફિક સહાય માટે 1095 અને મહિલા સહાય માટે 1091 નંબર આપવામાં આવ્યો છે.સાથેજ સેફ સુરત,સુરત સિટી પોલીસ,સે નો ડ્રગ્સ વગેરે હેશટેગ આપી લોકોને જાગૃત થવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે સાઉથના સ્ટાઇલિશ એક્ટર અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચુકી છે.પુષ્પામાં અલ્લુ અર્જુનના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે.સાથે જ તેની ડાન્સ સ્ટાઈલ,તેના ડાયલોગ અને એક્શન પણ લોકોને ખૂબ પસંદ આવી છે.જેથી સુરત પોલીસે પણ લોકોને પોતાની વાત સમજાવવા આ નવતર પ્રયોગ કર્યો છે.
ટૂંક સમયમાં રાજ્યમાં નવી પોલીસ ભરતી જાહેર થશે
ગાંધીનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજયના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય અગાઉ કરાયો હતો.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ તેની જાહેરાત કરી હતી.પરંતુ આજે ગુજરાત પોલીસમાં હજુ નવી ભરતી અંગે ગૃહ રાજ્યમંત્રીએ વધુ એક જાહેરાત કરી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસમાં ભરતી અંગે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસમાં નવી ભરતી આવશે.ખૂબ ઝડપથી નવી ભરતી અંગેની જાહેરાત થશે. જે ઉમેદવારો અગાઉની ભરતી પ્રક્રિયામાં ચૂકી ગયા હોય તે હજુ પણ વધુ મહેનત કરી આ ભરતીમાં પ્રવેશ મેળવી શકે છે.ટૂંક સમયમાં નવી ભરતી જાહેર કરવામાં આવશે.શારીરિક કસોટીમાં પાસ થયેલા ઉમેદવારો પણ લેખિત પરીક્ષાની તૈયારીઓ કરી શકે છે.પોલીસ વિભાગમાં ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને માર્ગદર્શન મળે તે માટે ગૃહ વિભાગે ડોક્યુમેન્ટરીનું વિમોચન કર્યું છે.