નવી દિલ્હી, તા. 28 માર્ચ 2022, સોમવાર : ડેનિસ વિલેન્યૂવે (Denis Villeneuv)ની સાયન્સ ફિક્શન ડ્યૂન (Dune)એ અકાદમી પુરસ્કાર 2022માં અનેક ટ્રોફીઓ મેળવી છે.તેમાં બેસ્ટ Visual Effectsના ઓસ્કાર એવોર્ડનો પણ સમાવેશ થાય છે.શું તમે જાણો છો કે,ફિલ્મના આ ગજબના VFX પાછળ એક ભારતીયનો હાથ છે.
Dune ફિલ્મના VFX માટે રોકવામાં આવેલી કંપનીઓમાં લંડનની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ એન્ડ એનિમેશન ડીએનઈજીનો સમાવેશ થાય છે જેના CEO ભારતીય મૂળના નમિત મલ્હોત્રા છે.તેઓ બોલિવુડ ફિલ્મ નિર્માતા નરેશ મલ્હોત્રાના દીકરા અને સિનેમેટોગ્રાફર એમએન મલ્હોત્રાના પૌત્ર છે.
નમિત મલ્હોત્રાની કંપનીનું નામ ડીએનઈજી (DNEG) ડેનિયલ ક્રેગ-સ્ટારર જેમ્સ બોન્ડ ફિલ્મ, ‘નો ટાઈમ ટુ ડાઈ’ (No Time To Die)ના VFX માટે પણ નોમિનેટેડ હતું.અગાઉ પણ તેમની કંપનીએ આ ફિલ્મો માટે 6 અકાદમી પુરસ્કાર જીત્યા છે જેમાં ઈન્સેપ્શન (Inception), ઈન્ટરસ્ટેલર (Interstellar),એક્સ માકિના (Ex Machina),બ્લેડ રનર 2049 (Blade Runner 2049),ફર્સ્ટ મૈન (First Man) અને ટેનેટ (Tenet)નો સમાવેશ થાય છે.
Dune ફ્રેંક હર્બર્ટની આ જ નામની પ્રસિદ્ધ સાયન્સ સાઈ-ફાઈ નોવેલ પર બેઝ્ડ ફિલ્મ છે.ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ટિમોથી ચાલમેટ,રેબેકા ફર્ગ્યુસન,ઓસ્કાર ઈસાક,જોશ બ્રોલિન,સ્ટેલન સ્કાર્સગાર્ડ,ડેવ બ્યુટિસ્ટા,સ્ટીફન મૈકિનલે હેંડરસન,જેંડાયા,ડેવિડ ડસ્ટમાલચિયન,ચાંગ ચેન,શેરોન ડંકન-બ્રુસ્ટર,શાર્લોટ રેમ્પલિંગ,જેસન મોમોઆ અને જેવિયર બાર્ડેમનો સમાવેશ થાય છે.

