મુંબઇની લોકલ ટ્રેનોમાં આ નાણાં વર્ષના અંત સુધીમાં નેશનલ મોબિલિટી કાર્ડનો અમલ

362

મુંબઇ : નેશનલ કોમન મોબિલિટી કાર્ડ-એનસીએમસી-ને વડાપ્રધાન દ્વારા લોન્ચ કરી દેવામાં આવ્યું તેના પગલે મુંબઇમાં પણ રેલવે પ્રવાસીઓને પણ આ સેવા પુરી પાડવા માટે તંત્ર ગતિમાન થયું છે.મુંબઇમાં એનસીએમસીની સેવા પ્રવાસીઓને કેવી રીતે આપી શકાય તે બાબતે ચર્ચા કરવા માટે મધ્ય, પશ્ચિમ રેલવે અને મુંબઇ રેલવે વિકાસ કોર્પોેરેશન-એમવીઆરસી-ના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી.બેસ્ટ દ્વારા બસપ્રવાસ માટે આવું કાર્ડ લોન્ચ થઇ ચૂક્યુ છે.શરૃઆતના તબક્કે તમામ ઉપનગર રેલવે સ્ટેશનોના પ્રવેશદ્વાર પાસે કાર્ડ રીડર્સ બેસાડવાનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં કાર્ડ રીડર્સ બેસાડવાનું કામ શરૃ થઇ જશે.આ પ્રોજેક્ટના આયોજન અને અમલ માટે ટેક્ નિકલ અને ફાયનાન્સિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવી છે.

ભારતીય રેલવે વતી મુંબઇ ઉપનગર રેલવેના વિવિધ પ્રોજેક્ટનું આયોજન અને અમલ એમઆરવીસી દ્વારા કરવામાં આવે છે.પણ છેલ્લા થોડા સમયથી એમવીઆરસી અને ભારતીય રેલવે વચ્ચે ગજગ્રાહ ચાલતો હોવાથી નાણાં ફાળવવાના મામલે તથા નવી યોજનાઓ શરૃ કરવા બાબતે કોઇ નક્કર પ્રગતિ થઇ રહી નથી.ભારત સરકારના વન નેશન વન કાર્ડ પ્રોજેક્ટ હેેઠળ હવે નવેસરથી મુંબઇમાં આ પ્રોજેક્ટનો અમલ શરૃ કરવા અંગે પગલાં ભરવામાં આવે તેમ લાગે છે.તાજેતરમાં બેસ્ટ દ્વારા તેના પ્રવાસીઓ માટે કોન્ટેક્ટલેસ કાર્ડ યોજનાનો પ્રાયોગિક ધોરણે અમલ શરૃ કરવામાં આવ્યો છે.

મુંબઇમાં લોકલ ટ્રેનની ત્રણ સેવાઓ મધ્ય, પશ્ચિમ અને હાર્બર લાઇન દ્વારા પુરી પાડવામાં આવે છે.ત્રણે લાઇન પર પ્રવાસ કરવા માટે વિવિધ પ્રકારની ટિકિટો તથા પાસ પણ જારી કરવામાં આવે છે પણ પ્રવાસીઓને આ સેવા કોઇએક કાર્ડ દ્વારા પુરી પાડવાના મામલે હજી કોઇ નક્કર પ્રગતિ સધાઇ નથી.વન નેશન વન કાર્ડની વાતો પાંચ વર્ષથી થાય છે
મુંબઇમાં મેટ્રો, રેલવે અને બેસ્ટની બસો માટે ૨૦૧૬થી સ્માર્ટ કાર્ડ બનાવવાની વાતો ચાલે છે.વિવિધ પ્રકારના કાર્ડ વિવિધ એજન્સીઓ લોન્ચ કરવામાં આવ્યા છે પણ કોઇ કાર્ડ પ્રવાસીઓની મોટાપાયે સ્વીકૃતિ પામ્યુ નથી.એ પછી માર્ચ ૨૦૧૯માં કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે એનસીએમસીનો વિચાર વહેતો કર્યો હતો.જેને તાજેતરમાં વડાપ્રધાને સાકાર કરી દિલ્હીમાં આવું પહેલું કાર્ડ લોન્ચ કર્યું હતું.એમવીઆરસી દ્વારા ૨૦૧૯ના જુલાઇમાં આ બાબતે એક દરખાસ્ત રેલવે બોર્ડને મોકલી આપવામાં આવી હતી.એ સમયે તમામ રેલેવે સ્ટેશનો પર કાર્ડ સિસ્ટમ બેસાડવોના ખર્ચ ૨૦૦ કરોડ રૃપિયા અંદાજવામાં આવ્યો હતો. પણ મધ્ય રેલવે અને સેન્ટ્રલ રેલવે તથા બેસ્ટની બસસેવાને સાંકળતી સેવા આપતું કોઇ કાર્ડ હજી સુધી અમલી બન્યું નથી.

મુંબઇ, તા.૨૮ : નેશનલ કોમન મોબિલિટી કાર્ડ-એનસીએમસી-ને વડાપ્રધાન દ્વારા લોન્ચ કરી દેવામાં આવ્યું તેના પગલે મુંબઇમાં પણ રેલવે પ્રવાસીઓને પણ આ સેવા પુરી પાડવા માટે તંત્ર ગતિમાન થયું છે.મુંબઇમાં એનસીએમસીની સેવા પ્રવાસીઓને કેવી રીતે આપી શકાય તે બાબતે ચર્ચા કરવા માટે મધ્ય, પશ્ચિમ રેલવે અને મુંબઇ રેલવે વિકાસ કોર્પોેરેશન-એમવીઆરસી-ના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી.શરૃઆતના તબક્કે તમામ ઉપનગર રેલવે સ્ટેશનોના પ્રવેશદ્વાર પાસે કાર્ડ રીડર્સ બેસાડવાનું કામ તબક્કાવાર હાથ ધરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ નાણાંકીય વર્ષના અંત સુધીમાં કાર્ડ રીડર્સ બેસાડવાનું કામ શરૃ થઇ જશે.આ પ્રોજેક્ટના આયોજન અને અમલ માટે ટેક્ નિકલ અને ફાયનાન્સિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરી દેવામાં આવી છે.

ભારતીય રેલવે વતી મુંબઇ ઉપનગર રેલવેના વિવિધ પ્રોજેક્ટનું આયોજન અને અમલ એમઆરવીસી દ્વારા કરવામાં આવે છે.પણ છેલ્લા થોડા સમયથી એમવીઆરસી અને ભારતીય રેલવે વચ્ચે ગજગ્રાહ ચાલતો હોવાથી નાણાં ફાળવવાના મામલે તથા નવી યોજનાઓ શરૃ કરવા બાબતે કોઇ નક્કર પ્રગતિ થઇ રહી નથી.ભારત સરકારના વન નેશન વન કાર્ડ પ્રોજેક્ટ હેેઠળ હવે નવેસરથી મુંબઇમાં આ પ્રોજેક્ટનો અમલ શરૃ કરવા અંગે પગલાં ભરવામાં આવે તેમ લાગે છે.તાજેતરમાં બેસ્ટ દ્વારા તેના પ્રવાસીઓ માટે કોન્ટેક્ટલેસ કાર્ડ યોજનાનો પ્રાયોગિક ધોરણે અમલ શરૃ કરવામાં આવ્યો છે.

મુંબઇમાં લોકલ ટ્રેનની ત્રણ સેવાઓ મધ્ય, પશ્ચિમ અને હાર્બર લાઇન દ્વારા પુરી પાડવામાં આવે છે.ત્રણે લાઇન પર પ્રવાસ કરવા માટે વિવિધ પ્રકારની ટિકિટો તથા પાસ પણ જારી કરવામાં આવે છે પણ પ્રવાસીઓને આ સેવા કોઇએક કાર્ડ દ્વારા પુરી પાડવાના મામલે હજી કોઇ નક્કર પ્રગતિ સધાઇ નથી.વન નેશન વન કાર્ડની વાતો પાંચ વર્ષથી થાય છે.મુંબઇમાં મેટ્રો, રેલવે અને બેસ્ટની બસો માટે ૨૦૧૬થી સ્માર્ટ કાર્ડ બનાવવાની વાતો ચાલે છે.વિવિધ પ્રકારના કાર્ડ વિવિધ એજન્સીઓ લોન્ચ કરવામાં આવ્યા છે પણ કોઇ કાર્ડ પ્રવાસીઓની મોટાપાયે સ્વીકૃતિ પામ્યુ નથી.એ પછી માર્ચ ૨૦૧૯માં કેન્દ્રના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે એનસીએમસીનો વિચાર વહેતો કર્યો હતો.જેને તાજેતરમાં વડાપ્રધાને સાકાર કરી દિલ્હીમાં આવું પહેલું કાર્ડ લોન્ચ કર્યું હતું.એમવીઆરસી દ્વારા ૨૦૧૯ના જુલાઇમાં આ બાબતે એક દરખાસ્ત રેલવે બોર્ડને મોકલી આપવામાં આવી હતી.એ સમયે તમામ રેલેવે સ્ટેશનો પર કાર્ડ સિસ્ટમ બેસાડવોના ખર્ચ ૨૦૦ કરોડ રૃપિયા અંદાજવામાં આવ્યો હતો.પણ મધ્ય રેલવે અને સેન્ટ્રલ રેલવે તથા બેસ્ટની બસસેવાને સાંકળતી સેવા આપતું કોઇ કાર્ડ હજી સુધી અમલી બન્યું નથી.

Share Now