મુંબઈ, તા. 08 મે 2022 : મુંબઈમાં હનુમાન ચાલીસા વાંચન અને લાઉડસ્પીકર વિવાદ વચ્ચે MNS પ્રમુખ રાજ ઠાકરેએ જાહેરાત કરી હતી કે, તેઓ 5 જૂને અયોધ્યા જશે.પરંતુ હવે રાજ ઠાકરેએ કહ્યું છે કે, તેઓ નથી ઈચ્છતા કે, તેમની પાર્ટીના લોકો મીડિયા સામે તેમની અયોધ્યા યાત્રા વિશે વાત કરે.એટલા માટે તેમણે પાર્ટી કાર્યકર્તાઓ માટે એક ચેતવણી જાહેર કરી છે.રાજ ઠાકરેએ કહ્યું કે, આ મુદ્દા પર વાત કરવાનો અધિકાર માત્ર પાર્ટીના નિયુક્ત પ્રવક્તાને છે અન્ય કોઈને નથી.રાજ ઠાકરે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીમાંથી કોઈએ મારી અયોધ્યા યાત્રા વિશે મીડિયા સાથે વાત ન કરવી.પાર્ટીએ પ્રવક્તા નિયુક્ત કર્યા છે.જેમને જવાબદારી સોંપવામાં આવી છે તેમણે પણ જવાબદારી પૂર્વક બોલવું જોઈએ.ભાષા વિશે ખબર હોવી જોઈએ.પાર્ટીમાં દરેક વ્યક્તિએ આને ગંભીરતાથી લેવું જોઈએ.
જણાવી દઈએ કે, રાજ ઠાકરેએ જ્યારે અયોધ્યા જવાનું એલાન કર્યું હતું ત્યારબાદ મહારાષ્ટ્ર કોંગ્રેસે સવાલ પૂછ્યો હતો કે, શું મનસે પ્રમુખ પોતાની અયોધ્યા યાત્રા પહેલા ઉત્તર ભારતીયોની માફી માંગશે?કોંગ્રેસ નેતા અતુલ લોંધેએ કહ્યું કે, શું મહારાષ્ટ્ર ભાજપા ઉત્તર ભારતીયોના સબંધમાં રાજ ઠાકરેની ભૂમિકાનો સ્વીકાર કરે છે? જ્યારે બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ રાજ ઠાકરે પાસે માફીની માંગ કરી છે.આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાં ભાજપના નેતાઓની ભૂમિકા લોકોએ સમજવી જોઈએ.જોકે, હજુ સુધી MNS અને BJPએ આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી.