ભાવનગર : કોરોના બાદ હીરા ઉદ્યોગમાં તેજીની રફ્તાર બુલેટ ટ્રેન માફત દોડી હતી.પરંતુ છેલ્લા દોઢેક માસથી ડાયમંડ ઉદ્યોગ મંદીના ઝુલામાં હાલક-ડોલક થતા તેની સીધી અસર આ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ અને હજારો પરિવારની રોજીરોટી ઉપર પડી રહી છે.હીરા ઉદ્યોગમાં હજુ સ્થિતિ ક્યારે સુધરે ? તેના પર અશ્ચિતિતાના વાદળો ઘેરાયા છે.જેના કારણે વ્યવસાયકારોની ચિંતા વધી છે.સ્થાનિકોને રોજગારીની વિપુલ તકો પૂરી પાડવામાં હીરા ઉદ્યોગનો સિંહફાળો છે.એટલે જ હીરા ઉદ્યોગને ભાવનગરની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવે છે, પણ આ ઉદ્યોગ હવે મંદીના ઓછાયા નીચે દબાવા લાગ્યો છે.ગત માસે હીરાના કારખાનેદારોએ મંદીના કારણે ૧૫ દિવસનું વેકેશન પાડવાની જાહેરાત કરી હતી.જો કે, ગણ્યાં-ગાંઠયાં જ કારખાનાઓમાં વેકેશન રહ્યું હતું.વેકેશન પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થિતિ સુધરે તેવો હતો.પરંતુ એક માસનો સમય વિતવા છતાં હીરામાં મંદી હજુ પણ કાયમી બની છે.જેનું મુખ્ય કારણ લેવાલી નથી.અગાઉના સમયમાં જે માલ વહેંચાતો હતો.આ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધ, ચીનમાં લોકડાઉન, હોંગકોંગ-બેંગકોકમાં કોરોનાની વિપરીત અસરે માર્કેટની સ્થિતિ હાલક-ડોલક કરી નાંખી હોવાનો મત હીરા વ્યવસાયકારોએ વ્યક્ત કર્યો હતો.
વધુમાં દરેક વ્યવસાય-ઉદ્યોગોમાં તેજી-મંદી આવતી જ રહે છે.વેપારીઓને મંદી સુધારવાની તક આપે છે.ત્યારે હાલ હીરા ઉદ્યોગ મંદીના સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય, દરેક કારખાનેદારો-વેપારીઓએ આ કપરા સમયમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોની રોજીરોટી ન છીનવાઈ તેનું પણ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે.