ક્વૉડ સમિટમાં ચીનને સ્પષ્ટ સંદેશો : શુભત્વની શક્તિરૂપ આ સંગઠન છે : મોદી

138

ટોક્યો : ક્વૉટ દેશોની શિખર-પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને સખત સંદેશો આપતાં કહ્યું હતું કે’ક્વૉડ’એક શુભત્વની શક્તિ છે તે માટે આ સંગઠન રચાયું છે.આ સંગઠન હિન્દ પ્રશાંત ક્ષેત્રને બહેતર બનાવી રહ્યું છે.કોવિડ-૧૯ના પડકારો છતાં,ક્વોડનો પ્રસાર વ્યાપક થઇ રહ્યો હોવા અંગે નરેન્દ્ર મોદીએ આજે(મંગળવારે)જણાવ્યું હતું કે અમેરિકા,જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત ક્વૉડના સભ્ય દેશોનો પારસ્પરિક વિશ્વાસ અને દ્રઢ સંકલ્પ લોકતાંત્રિક શક્તિઓને નવી ઉર્જા અને ઉત્સાહ આપી રહ્યાં છે.પોતાની જાપાન-યાત્રાના બીજા દિવસે વડા પ્રધાન,મોદીએ ક્વોડ દેશોની શિખર-મંત્રણામાં ભાગ લીધો હતો.આ પૂર્વે મોદી જાપાન પહોંચ્યા હતા.ત્યારે જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ તેઓનું સ્વાગત કર્યું હતું.ક્વોડ લીડર્સ સમિટ શરૂ થઇ તે પૂર્વે પોતાનાં ઉદ્ધાટન પ્રવચનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે ક્વૉડે આટલા ઓછા સમયમાં દુનિયા સમક્ષ પોતાનું મહત્ત્વનું સ્થાન બનાવી દીધું છે.આજે ક્વૉડનો વ્યાપ વધુ પ્રસરી રહ્યો છે.તેની રચના જ પ્રભાવી બની રહી છે.અમારો પારસ્પરિક વિશ્વાસ અને અમારો સંકલ્પ લોકતાંત્રિક શક્તિઓને નવી ઊર્જા અને ઉત્સાહ આપી રહ્યો છે.હિન્દ પ્રસાંત ક્ષેત્રે માટે ક્વોડ એક રચનાત્મક કાર્ય સૂચિત સાથે આગળ વધી રહ્યું છે.જે વિશ્વમાં એક શુભ-શક્તિ તરીકે,પોતાની છબી વધુ ઉજ્જવળ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો જો બાયડન,જાપાનના વડાપ્રધાન ફુમિયો કીશીદા અને ઓસ્ટ્રેલિયાના નવ નિર્વાચિત વડાપ્રધાન એન્થની અલ્બાનિઝની ઉપસ્થિતિમાં કહ્યા હતા.તેઓએ વધુમાં કહ્યું હતું કે,આપણે વેક્સિન વિતરણ ઋતુ પરિવર્તન અને આપૂર્તિ શ્રૂંખલાને વધુ સ્થિતિ સ્થાપક બનાવવામાં તેમની આપત્તિઓનો સામનો કરવામાં આર્થિક સહકાર તથા કોવિદ મહામારીને લીધે ઉત્પન્ન થયેલી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવામાં સમન્વય વધાર્યો છે.ક્વોડ દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહકાર સ્થાપવા ઉપરાંત હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવામાં પણ યોગદાન આપ્યું છે.આ શિખર પરિષદમાં યુક્રેનનો મુદ્દો ઉઠાવતાં અમેરિકાના પ્રમુખ જો બાયડેને કહ્યું હતું કે યુક્રેન સંકટ એક વૈશ્વિક મુદ્દો છે માત્ર પ્રાદેશિક નથી.આ માત્ર યુરોપીય મુદ્દો જ નથી રહ્યો,વૈશ્વિક મુદ્દો બની રહ્યો છે.

આ પરિષદ એવા સમયે યોજાઈ રહી છે કે જ્યારે ચીન અને ક્વોડ-દેશો વચ્ચેના સંબંધો છેલ્લાં કેટલાંક વર્ષોથી તંગ બની રહ્યા છે તેનું કારણ તે છે કે ચીન લોકતાંત્રિક મૂલ્યોને સતત પડકાર આપી રહ્યું છે. તેમજ આક્રમક વ્યાપારી નીતિ અપનાવી રહ્યું છે.આથી જ બાયડને દીર્ઘદ્રષ્ટિ વાપરી સોમવારે ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્કની રચના કરતાં જણાવાયું હતું કે,તેનો હેતુ સ્વચ્છ ઊર્જા અને આપૂર્તિ શ્રૂંખલાને વધુ સ્થિતિ સ્થાપક બનાવવાનો છે,અને ડીજીટલ વ્યાપાર જેવાં ક્ષેત્રોમાં સમાન વિચારધારાવાળા દેશો વચ્ચે ગાઢ સહકાર સ્થાપવાનો છે.આ ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક(IPEF)સંલગ્ન કાર્યક્રમમાં ભાગ લેતાં મોદીએ કહ્યું કે આ IPEF હિન્દ પ્રશાંત ક્ષેત્રના આર્થિક પડકારોનો સામનો કરવા રચવામાં આવ્યું છે.તેથી રચનાત્મક માર્ગો શોધવા આપણે સક્રિય બનવું અનિવાર્ય છે.

Share Now