ચીનમાં રિઓપનિંગ શરૂ થતાં ક્રૂડ, પ્લેટીનમ અને પેલેડીયમના ભાવ પણ ઉંચકાયા

305

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.વિશ્વ બજારના સમાચાર ઘટાડે સપોર્ટ બતાવી રહ્યા હતા.વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૫૩ વાળા ૧૮૫૪થી ૧૮૫૫ ડોલર રહ્યા હતા.નૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં તથા વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ જોવા મળ્યું હતું.વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ૧૨૦ ડોલર પાર કરી ગયા હતા,ચીનમાં કોરોના તથા લોકડાઉન હળવો થતાં તથા રિઓપનિંગ શરૂ થતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં ચીનની માગ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન,અમદાવાદ ઝવેરી બજારમં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૫૨૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૨૮૦૦ રહ્યા હતા.જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૬૩૦૦૦ રહ્યા હતા.વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ૨૨.૧૧થી ૨૨.૧૨ ડોલરવાળા જોકે આજે ૨૨.૦૮થી ૨૨.૦૯ ડોલર રહ્યા હતા.પ્લેટીનમના ભાવ ૯૫૮થી સ૯૫૯ વાળા ૯૬૩થી ૯૬૪ ડોલર તથા પેલેડીયમના ભાવ ૨૦૬૭થી ૨૦૬૮ ડોલરવાળા આજે ૨૦૮૧થી ૨૦૮૨ ડોલર રહ્યા હતા.કોપરના વૈશ્વિક ભાવ આજે ૧.૨૦થી ૧.૨૫ ટકા ઉંચકાયા હતા.ચીનની માગની આશાએ કોપર,પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ ઉંચા બોલાતા થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

Share Now