ભારતે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કર્યું, ‘માટી બચાવો આંદોલન’ કાર્યક્રમમાં PM મોદી

131

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘માટી બચાવો આંદોલન’માં કહ્યું કે,જળવાયુ પરિવર્તન વિશ્વ માટે એક પડકાર છે.દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે,અમે પર્યાવરણ બચાવવા માટે કામ કરી રહ્યા છીએ.અગાઉ આપણા દેશના ખેડૂત પાસે તેની જમીન કેવા પ્રકારની છે,તેની જમીનમાં શું ઉણપ છે,કેટલી કમી છે તેની માહિતીનો અભાવ હતો.

આ સમસ્યાને દૂર કરવા માટે દેશમાં ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવા માટે એક વિશાળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.પીએમ મોદીએ કહ્યું કે,માટી બચાવો આંદોલન ખૂબ જ મહત્વપૂર્ણ છે.ભારતમાં માટીનું સન્માન થાય છે.ભારત આજે જે જૈવ-વિવિધતા નીતિઓનું પાલન કરી રહ્યું છે તેના કારણે વન્યજીવોની સંખ્યામાં વધારો થયો છે.ઇંધણમાં વધારાની નિર્ભરતા એ ખેડૂતોની આવક માટે અમારો પ્રયાસ છે,ગોવર્ધન યોજના એ પર્યાવરણને અનુકૂળ યોજના છે.આ અંતર્ગત ગાયના છાણ અને કૃષિ કચરાનું ઊર્જામાં રૂપાંતર કરવામાં આવી રહ્યું છે.તેમાંથી બનાવેલ જૈવિક ખાતરનો લોકો ઉપયોગ કરી રહ્યા છે.

જમીનને બચાવવા માટે અમે પાંચ મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.પહેલું-જમીનને કેમિકલરહિત કેવી રીતે બનાવી શકાય.બીજું,જમીનમાં રહેતા જીવોને કેવી રીતે બચાવી શકાય,જેને તકનીકી ભાષામાં તમે માટીના કાર્બનિક પદાર્થો કહો છો.ત્રીજું,જમીનમાં ભેજને કેવી રીતે જાળવવો,તેમાં પાણીની ઉપલબ્ધતા કેવી રીતે વધારવી.ચોથું,ભૂગર્ભ જળના ઘટાડાને કારણે જમીનને થયેલા નુકસાનને કેવી રીતે દૂર કરવું અને પાંચમું,જંગલોના વ્યાપમાં ઘટાડો થવાને કારણે જમીનનું સતત ધોવાણ કેવી રીતે અટકાવવું.તેમણે કહ્યું કે,આજે ભારતમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ ભળે છે,અમે નિર્ધારિત સમય પહેલા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે.તેમણે કહ્યું કે 2014માં ભારતમાં પેટ્રોલમાં માત્ર 1.5 ટકા ઇથેનોલનો ઉપયોગ થતો હતો.

Share Now