Thursday, May 15, 2025
🌤️ 33.3°C  Surat
Breaking News
TRENDING NEWS

મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સિદ્ધ થાય છે

173

Table of Content

– મહાનવમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે

અમદાવાદ, તા. 04 ઓક્ટોબર 2022, મંગળવાર : શારદીય નવરાત્રીના છેલ્લા દિવસને નવમી અથવા મહાનવમી (નવમી 2022) કહેવામાં આવે છે.આ દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે.આ સાથે આ દિવસે હવન અને કન્યા પૂજન પણ કરવામાં આવે છે.માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી ભક્તોના તમામ કાર્યો સિદ્ધ થાય છે.એવું પણ માનવામાં આવે છે કે, આ દિવસે વિશેષ પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.પંચાંગ અનુસાર નવમી તિથિ 4 ઓક્ટોબર, મંગળવારે એટલે કે, આજે છે.ચાલો જાણીએ નવમીના દિવસે પૂજા માટેનો શુભ સમય અને આ દિવસે કયા 3 કામ કરવાથી માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

પંચાગ પ્રમાણે મંગળવારે 3 ઓક્ટોબરના રોજ સાંજે 4:37 વાગ્યાથી નવમી તિથિની શરૂઆત થઈ છે.અને આ નવમી તિથિ 4 ઓક્ટોબર 2022ના રોજ બપોરે 2:20 વાગ્યે સમાપ્ત થશે.ઉદયા તિથિ પ્રમાણે નવમીનું વ્રત અને કન્યા પૂજન 4 ઓક્ટોબરના રોજ જ કરવામાં આવશે.નવરાત્રીના નવમા દિવસે એટલે કે, નવમી તિથિએ નવરાત્રિ સમાપ્ત થાય છે.આ દિવસે હવન અને કન્યા પૂજાનો નિયમ છે.આવી સ્થિતિમાં 4 ઓક્ટોબરે હવનનો શુભ સમય સવારે 6:21 વાગ્યાથી બપોરે 2:20 વાગ્યા સુધીનો છે.આ સિવાય નવરાત્રિ વ્રતનો શુભ સમય બપોરે 2:20 વાગ્યા પછીનો છે.

મહાનવમી પર શું કરવું

– અશ્વિન શુક્લ પક્ષની નવમી તિથિએ નવરાત્રીનો પર્વ સમાપ્ત થાય છે.આવી સ્થિતિમાં આ દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવી.

– મહાનવમીના દિવસે કન્યા પૂજનનું વિશેષ મહત્વ છે. આ દિવસે કન્યા પૂજન માટે 2થી 10 વર્ષની ઉંમરની કન્યાઓને આમંત્રિત કરવી.તેમને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું.આ સાથે જ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા.આ દિવસે કન્યા પૂજન ઉપરાંત બટુક ભૈરવના રૂપમાં બાળકોને પણ આમંત્રિત કરવામાં આવે છે.

– મહાનવમીના દિવસે હવન કરવાનો પણ નિયમ છે. આ દિવસે માતા દુર્ગાના મંત્રોથી હવન કરવું. માન્યતા પ્રમાણે મહાનવમીના દિવસે હવન કરવાથી 9 દિવસના વ્રતનું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Related Articles