ગુજરાત રાજ્યના અંબાજી ખાતેથી મહત્વના અહેવાલ સામે આવ્યા છે.વલસાડ જિલ્લાના ચાર ધારાસભ્યોમાં અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા.ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ,વલસાડના ધારાસભ્ય ભરત પટેલ,કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાઠકરેમાં અંબાનાચરણોમાં શીશ ઝુકાવ્યું હતુ.
રિદ્ધિ સિદ્ધિ મંદિરના પણ દર્શન કરીને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા
ધારાસભ્યોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ રિદ્ધિ સિદ્ધિ મંદિરના પણ દર્શન કરીને ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા,સાથે જ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ધારાસભ્યઓનું અંબાજી મંદિરમાં ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.