તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો અંતરિયાળ ગામનો પુલ લોકાર્પણ પહેલાજ ધરાસાઈ એન્કર તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો અંતરિયાળ ગામનો પુલ લોકાર્પણ પહેલાજ ધરાશય થઈ જતા તંત્ર દોડતું થયું છે.
તાપી જિલ્લાના વ્યારાના માયપુર ગામ અને વાલોડને દેગામાં ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર 2021 ના વર્ષમાં પુલનું બાંધકામ શરૂ કરાયું હતું.આ પુલનું લોકાર્પણ થાય તે પહેલાજ પુલ ધરાસાઈ થવાના કારણે આ પુલ સાથે સંલગ્ન 15 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફેલાયો છે.દેગામા ગામના અશોકભાઈ ગામીતે જણાવ્યું કે, પંદર જેટલા ગામોને જોડતા આ પુલનું કામ સુરતની અક્ષય એન્જસીને સોંપવામાં આવ્યું હતું.પુલના લોકાર્પણ પહેલા પુલ ધરશય થતા અનેક સવાલો ઉભા થયા છે.આ અંગે સબંધિત માર્ગ મકાન વિભાગના અધિકારીને સંપર્ક કરતા તેમને જણાવ્યું હતુ કે, આ અંગે તલસ્પર્શી તપાસ કરી એજેંસી સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.મહત્વનું છે કે તાપી જિલ્લામાં વર્ષ 2021માં મીંઢોળા નદી પરના પૂલનું કામ આશરે બે કરોડ રુપિયાના ખર્ચે શરૂ કરાયુ હતુ.ત્યારે આ પુલ લોકાર્પણ પૂર્વે જ તૂટી પડતા પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થઇ રહ્યા છે.
કોન્ટ્રાક્ટરે સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
પુલ તૂટી પડતા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામા આવી રહ્યા છે કે પુલ બનાવવામાં કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામા આવ્યું છે.ત્યારે આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને તપાસ કરી રહ્યા છે.