By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કેસમાં 7 વર્ષની સજા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કેસમાં 7 વર્ષની સજા
AhmedabadGeneral

દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સાગરદાણ કેસમાં 7 વર્ષની સજા

HM News
Last updated: 13/07/2023 9:17 AM
HM News
2 years ago
Share
Pc : FB
SHARE

– સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી
– ગત વર્ષે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા હતા

અમદાવાદ : આજે સાગરદાણ કૌભાંડ કેસનો ચુકાદો આવ્યો છે.દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી આ કેસમાં દોષિત જાહેર થયા છે.આ કેસમાં કુલ 22 લોકો આરોપી છે.જેમાં 22 આરોપીઓ પૈકી 3ના મૃત્યુ થયા છે. 2013ના વર્ષમાં રૂ.22.50 કરોડનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી.સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી.આ કેસના 19 આરોપી દોષિત સાબિત થયા છે.વિપુલ ચૌધરીને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે.જો તેઓ સજા પર સ્ટે માટે આગળ કાર્યવાહી નહીં કરે તો કોઈપણ સમયે ધરપકડ થઈ શકે છે.

15 આરોપીઓને 7 વર્ષની સજા

આ કેસમાં 19 આરોપીઓ પૈકી 15 આરોપીઓને દોષિત ઠેરવીને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે.જેમાં વિપુલ ચૌધરી સહિત,પૂર્વ એમડી નિશિથ બક્ષી,પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પી.આર.પટેલ,પૂર્વ એકાઉન્ટ હેડ રશ્મિકાંત મોદી,પૂર્વ વાઇસ ચેરમેન જલાબેન ઠાકોરને સજા ફટકારવામાં આવી છે.આ સજા પર સ્ટે માટે જો આગળની કાર્યવાહી નહીં થાય તો કોઈપણ સમયે તેમની ધરપકડ થઈ શકે છે. 19 પૈકી 3 આરોપીઓને શંકાનો લાભ મળતા તેમને અપીલ પિરિયડ સુધીમાં 50 હજારના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે.

શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી

દૂધસાગર ડેરી સાગર દાણ કેસ મામલે વિપુલ ચૌધરી સામે મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.આ કેસ હાલમાં મહેસાણા કોર્ટમાં ચાલી રહ્યો હતો.ગત વર્ષે આ કેસમાં શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાને સાક્ષી તરીકે હાજર રહેવા સમન્સ ઈશ્યુ કરાયા હતા.શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ વિપુલ ચૌધરીને એનડીડીબીના ચેરમેન બનાવવા ભલામણ પત્ર લખ્યા હતા.વિપુલ ચૌધરીએ મહારાષ્ટ્રને સાગર દાણ મોકલ્યું, એ જ અરસામાં શકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડીયાએ ભલામણ પત્ર લખ્યા હતા.

છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ

વિપુલ ચૌધરી ઉપર એનડીડીબીના ચેરમેન બનવા દાણ આપવાનો આરોપ લાગ્યો છે.ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ACBએ ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી એક દિવસ અગાઉ ધરપકડ કરી હતી.તમને જણાવી દઇએ કે, વિપુલ ચૌધરી પર 17 બોગસ કંપનીઓ બનાવીને રૂ. 800 કરોડ ટ્રાન્સફર કર્યાનો આરોપ લાગ્યો છે.મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોમાં પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની 80 ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને 22 કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી.

આ આરોપીઓને કોર્ટે સજા ફટકારી

વિપુલ ચૌધરી (તત્કાલીન ચેરમેન)

જલાબેન (પૂર્વ વાઇસ ચેરમેન)

નિશિથ બક્ષી (પૂર્વ એમ.ડી.)

પ્રથમેશ પટેલ ( પૂર્વ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર)

રશ્મિકાંત મોદી (પૂર્વ એકાઉન્ટ હેડ)

ચંદ્રિકાબેન

રબારી ઝેબરબેન

જોઈતા ચૌધરી

જયંતી ગિરધરભાઈ પટેલ

કરશન રબારી

જેઠાજી ઠાકોર

વીરેન્દ્રસિંહ ઠાકોર

ઈશ્વર પટેલ

ભગવાન ચૌધરી

દિનેશ દલજીભાઈ ચૌધરી

બંગાળમાં ફરી મમતા બેનરજીનો જયજયકાર, 108માંથી 103 નગર પાલિકાઓમાં જીત, ભાજપનો સફાયો
મંગેતરની બહેનપણી સાથે ચેટિંગ… સુરતના યુવક સાથે થયો કલ્પી ના શકાય તેવો કાંડ
ભારતની બુરખા-હિજાબ ગેંગને સાઉદી અરબનો તમાચો, મુસ્લિમ દેશમાં હિજાબ મરજિયાત બાદ બોયકટ હેરસ્ટાઈલની વધતી લોકપ્રિયતા
ઓપરેશન ”કમળ” સુરતમાં : CR પાટીલ અને એકનાથ શિંદે વચ્ચે ઘરેબો હોવાની પણ ચર્ચા !!
માનહાનિ મામલે જોની ડેપની જીત અને પોતાના વિરુદ્ધ આવેલા ચુકાદા પર એમ્બર હર્ડે શુ કહ્યુ વાંચો…
Share This Article
Facebook Email Print
Previous Article નિવૃત્ત IPSના પુત્ર સામે ઠગાઈની સતત બીજી ફરિયાદ, બચાવવા કેટલાક IPS અધિકારીઓ મેદાનમાં
Next Article આવકવેરાના દરોડામાં લાખો રૂા.ના બેનામી વ્યવહારો મળ્યાં, 25 લોકર સીઝ કરાયાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up