ટ્રમ્પના ઈશારે મહાભિયોગમાં અગ્રેસર રહેલા ઇન્ટેલીજન્સ ઇન્સ્પેકટર જનરલ એટકિન્સને હટાવાયા

370

વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસને જણાવ્યું કે, તેમણે ઇન્ટેલિજન્સ કમ્યુનિટિ ઇન્સ્પેક્ટર જનરલ (ICIG) માઇકલ એટકિન્સનને તેના પદ પરથી હટાવી દીધા છે.જેમણે પ્રથમવાર વિસિલબ્લોઅર ફરિયાદ વિશે જાણકારી આપી હતી,જે આખરે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ લાવવાનું કારણ બન્યું હતું.પાછલા વર્ષે ડિસેમ્બરમાં મહાભિયોગનો કેસ ચાલ્યો જે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રમ્પને એક્વિટેડ કરવાની સાથે સમાપ્ત થઈ ગયો હતો.સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર,શુક્રવારે રાજ્રે જાહેર એક પત્રમાં ટ્રમ્પે સીનેટ અને ગૃહની ગુપ્ત સમિતિઓને માહિતી આપી કે તેમણે એટકિન્સનને તેમના પદ પરથી હટાવી દીધા છે.ટ્રમ્પે લખ્યું,’હું ઇન્ટેલિજન્સ કોમ્યુનિટીના ઇન્સ્પેક્ટર જનરલને તેમના પદથી હટાવવા માટે રાષ્ટ્રપતિના રૂપમાં મારા અધિકારનો પ્રયોગ કરી રહ્યો છું આજથી 30 દિવસ અસરકારક માટે અસરકાર છે. ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિ તરીકે તેમને ઇન્સ્પેક્ટર જનરલના રૂપમાં સેવારત નિમણૂંકોમાં પૂર્ણ વિશ્વાસ છે.પરંતુ આ ઇન્સ્પેક્ટર જનરલ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.એટકિન્સને પાછલા સપ્ટેમ્બરમાં એક અજાણ્યા ગુપ્ત અધિકારી પાસેથી મળેલી ફરિયાદ વિશે કોંગ્રેસને જાણકારી આપી હતી,જેમાં ચિંતા વ્યક્ત કરી હતી કે યૂક્રેનની સાથે ટ્રમ્પની ડીલે 2020ના અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો અને અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડી છે.ફરિયાદ બાદ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના અધ્યક્ષ એડન શિફની આગેવાનીમાં ટ્રમ્પની વિરુદ્ધ મહાભિયોગની તપાસ શરૂ કરવામાં આવી હતી.19 ડિસેમ્બર,2019ના ડેમોક્રેટિકના બહુમતવાળા ગૃહે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લગાવ્યો પરંતુ તેને 5 ફેબ્રુઆરીએ રિપબ્લિકન બહુમત સીનેટે નકારી દીધો હતો.

Share Now