આઈવરમેકટિન ડ્રગ ચમત્કાર સર્જશે : અત્યારે પણ આ ડ્રગ અનેક બીમારીમાં ઉપયોગમાં લેવાય છે
કોરોના માટે હજુ સુધી એક પણ ચોક્કસ દવા નથી શોધી શકાઇ ત્યારે એક આશાસ્પદ સમાચાર મળી રહ્યા છે.ઓસ્ટ્રેલિયાના સંશોધકો અનેક લેબોરેટરી પરીક્ષણો બાદ એ તારણ પર આવ્યા છે કે આઈવરમેકટિન નામનું ડ્રગ કોરોના વાયરસને માત્ર ૪૮ કલાકમાં મારી હટાવી શકે છે.જો કે આ રોગમાં આ ડ્રગનો અન્ય પ્રાણી કે માણસ ઉપર પ્રયોગ કરવાનું બાકી અકિલા છે.નોંધનીય છે કે આ ડ્રગ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.મેલબોર્નની મોનાષ યુનિ.ના વેયજ્ઞાનિક ડો.કાયલ વોગસ્ટાફે કહ્યું હતું કે આઈવરમેકટિન ડ્રગ ૪૮ કલાકમાં જ સેલ કલચરમાં ઘુસેલા કોરોના વાયરસને મારી નાખવા સક્ષમ છે. લેબોરેટરીમાં થયેલા પરીક્ષણો માં આ સિદ્ઘ થયું છે.રોયલ મેલબોર્ન હોસ્પિટલના ડોકટર લિઓન કેલી કે જેઓ કોરોના એપિડેમીકની શરૂઆતથી જ આ વાયરસ ઉપર સંશોધન કરી રહ્યા છે તેઓ પણ માને છે કે આ ડ્રગથી ૪૮ કલાકમાં કોરોનાનો ઈલાજ શકય છે.તબીબોના કહેવા મુજબ આઈવરમેકટિન ડ્રગ લેબોરેટરી પરીક્ષણ દરમિયાન એચ.આઇ. વી.,ડેન્ગ્યુ,ઇનફલૂએન્ઝા અને ઝીકા વાયરસો સામે ઉપયોગી સાબિત થયું છે.અત્યારે પણ અનેક રોગમાં તેનો છૂટથી ઉપયોગ થાય છે.આ એક એન્ટીપેરેસિટીક ડ્રગ છે.એટલે કે જીવાણુઓ,મચ્છર,માખી વગેરે દ્વારા ફેલાતી બીમારીઓમાં સારવાર માટે આ ડ્રગ ઉપયોગમાં લેવામાં આવે છે.માથાની લીક,ચામડી પર ખંજવાળ જેવા રોગમાં તે ઓઈન્ટમેન્ટના રૂપમાં ઉપલબ્ધ છે.હાથીપગો ઉપરાંત કેટલાક ચોક્કસ કિસ્સાઓમાં પેટનો દુખાવો,ઝાળા અને તેના થકી થતાં વેઇટ લોસ જેવા કેસમાં પણ આ ડ્રગ વપરાય છે.મેલબોર્નના આ તબીબોએ જણાવ્યું હતું કે કોરોના માટે આ ડ્રગનું માણસ ઉપરનું પરીક્ષણ હજુ બાકી છે.તે પૂર્ણ થયે માણસને કેટલી માત્રામાં આ ડ્રગ આપી શકાય તે નક્કી થશે.ડો.કાયલના કહેવા મુજબ કોરોનાની વેકસીન શોધાય એ પહેલાં એક ચોક્કસ પરિણામદાયી ડ્રગ તરીકે આઈવરમેકટિન આશીર્વાદરુપ સાબિત થશે અને કોરોનાને સહેલાઈથી કાબુમાં લઈ શકાશે.