નવી દિલ્હી
કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દશે આપતા જણાવ્યુ છે કે,લોકડાઉન દરમિયાન રાજ્યોમાં દારુના વેચાણની મંજૂરી નથી.જે પણ રાજ્યમાં વાઇનનુ વેચાણ થઇ રહ્યુ છે તેને તાત્કાલિક અસરે બંધ કરે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને રોકવા માટે લોકડાઉન દરમિયાન કેટલાક રાજ્યોમાં દારુના વેચાણની મંજૂરી હતી,પરંતુ હવે સરકારે આ મુદ્દે કડક વલણ દાખવતા તેની પર પ્રતિબંધ મુકવા જણાવ્યુ છે.
આસામ સરકારે જણાવ્યુ કે કોવિડ-19 સામેની લડતમાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા નિર્દેશ હેઠળ લિકરની તમામ દુકાનો,સ્ટોર તેમજ તેની સાથે સંકળાયેલા તમામ સેક્ટર બંધ રહેશે.
સરકારે હાલમાં જ લોકડાઉનની સમયમર્યાદા વધારીને 3મે સુધી લંબાવી છે.કારણ કે લોકડાઉન જેવા અસરકારક પગલા હેઠળ પણ દેશમાં કોરોના વાયરસના કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. દેશમાં કુલ કેસોની સંખ્યા 12 હજાર સુધી પહોંચી ગઇ છે જ્યારે મૃત્યુઆંક વધીને 400એ પહોંચવાને આરે છે.આ દરમિયાન 1344 દર્દીઓ એવા છે જેઓ સારવાર દરમિયાન સાજા થયા છે.