કેનેડા : કોરોના વાઇરસ ઉપર કાબુ મેળવવામાં મહદ અંશે સફળ નીવડેલા ત્રણ દેશો ભારત ,કેનેડા ,તથા ઓસ્ટ્રેલિયા પૈકી કેનેડાએ નવું જ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જે સોશિઅલ ડિસ્ટન્સ ઉપરાંત દેશના તમામ નાગરિકો માટે કાયદો સમાન હોવાની પ્રતીતિ કરાવે છે.સામાન્ય નાગરિકની માફક જ દેશના મંત્રીઓ પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા ગ્રોસરી સ્ટોરની બહાર લાઈનમાં ઉભા રહે છે.જે અંતર્ગત રક્ષામંત્રી ભારતીય મૂળના હરજીત સીંઘ સજ્જન પણ લાઈનમાં ઉભા રહી વારો આવવાની શાંતિથી રાહ જોઈ રહ્યા છે.