દેશમાં કોરોનાનું તાંડવ : મૃત્યુઆંક ૬૪૫ : કુલ કેસ ૨૦ હજાર

290

– સતત ચોથા દિવસે ૧ હજારથી વધુ કેસ નોંધાયા : સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૫૫૨ કેસની પુષ્ટિ : રાજસ્થાનમાં ૧૫૯

નવી દિલ્હી તા. ૨૨ : દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૦,૦૮૪એ પહોંચી છે.દેશમાં મંગળવાર રાત સુધીમાં ૧૫૩૭ નવા દર્દીઓ સામે આવ્યા. આ સંખ્યા સતત ચોથા દિવસે ૧ હજારથી વધુ છે.મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૫૨, ગુજરાતમાં ૨૩૯, યુપીમાં ૧૫૩ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો.બીજી બાજુ મંગળવારે એક દિવસમાં રેકોર્ડબ્રેક ૭૦૨ દર્દીઓ સ્વસ્થ થયા.પં.બંગાળમાં ૩૧ નવા કેસ સામે આવ્યા છે.મહારાષ્ટ્રમાં સંક્રમણના ૫૫૨ નવા કેસની પુષ્ટિ થઇ જ્યારે ૧૯ લોકોના મોત થયા છે.ફકત મુંબઇમાં અત્યાર સુધીમાં સંક્રમણના ૩૪૫ કેસ સામે આવી ચુકયા છે.જ્યારે ૧૫૦ લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૫૧ દર્દીના મોત થયા છે.મધ્યપ્રદેશમાં કોરોનાના ૬૭ નવા કેસ સામે આવ્યા.જ્યારે ૪ લોકોના મોત થયા છે.તેથી મધ્યપ્રદેશમાં મૃત્યુઆંક હવે ૮૦ થયો છે.રાજસ્થાનમાં સંક્રમણના ૧૫૯ કેસ સામે આવ્યા.અત્યાર સુધી રાજ્યમાં ૨૭૪ દર્દી સ્વસ્થ થયા તેમજ ૨૬ના મોત થયા છે. યુપીમાં કુલ સંક્રમિતોની ૧૩૩૭ થયા છે.ગઇકાલે સંક્રમણના ૧૫૩ નવા કેસની પુષ્ટિ થઇ છે.કુલ સંક્રમિતોમાંથી ૧૪૦ લોકો સ્વસ્થ થયા છે તેમજ ૨૧ દર્દીના મોત થયા છે.દિલ્હીમાં કોરોનાના ૭૫ નવા કેસ સામે આવ્યા છે તેમજ મૃત્યુઆંક ૪૭એ પહોંચ્યો છે.બિહારમાં ૨૪ કલાકમાં ૧૭ દર્દીઓમાં સંક્રમણની પુષ્ટિ થઇ હતી.દરેક નાલંદા જિલ્લાના છે.આ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૮ સંક્રમિત મળી ચૂકયા છે.રાહતની વાત એ છે કે રેડ ઝોન સિવાનમાં છેલ્લા એક સપ્તાહથી કોઇ નવો કેસ સામે આવ્યો નથી.

Share Now