ગરીબ દેશોને 6.7 અબજ ડોલરની સહાય નહીં મળે તો લોકો ભૂખમરા અને તોફાનોથી મરશે : WHO

324

ન્યૂયોર્ક, તા. 9 મે 2020, શનિવાર

કોરોના મહામારી વિરૂદ્ધની લડાઈમાં સંયુક્ત રાષ્ટ્રે સરકારો, કંપનીઓ અને અબજોપતિઓને કમજોર દેશોમાં જરૂરી ચીજ-વસ્તુઓ માટે 6.7 અબજ ડોલરના ભંડોળનું દાન કરવા વિનંતી કરી છે.એજન્સીએ આપેલી ચેતવણી પ્રમાણે જો આ મદદ કરવામાં નિષ્ફળ રહીશું તો ભૂખમરાની વૈશ્વિક મહામારી ફેલાશે અને દુનિયાએ દુષ્કાળ, તોફાનો અને વધુ પડતા સંઘર્ષનો સામનો કરવો પડશે.

સંયુક્ત રાષ્ટ્રના માનવીય સહાયતા પ્રમુખ માર્ક લોકોકે જણાવ્યું કે,આવક ઘટવાથી અને નોકરીઓ ગુમાવવાની ધટનાઓ વધી જવાના કારણે 25મી માર્ચના રોજ સંયુક્ત રાષ્ટ્રે બે અબજ ડોલર માટે પ્રાથમિક વિનંતી કરેલી તે આંકડો વધારી દેવામાં આવ્યો છે.સાથે જ ખાદ્ય પુરવઠો ઘટવાના, મોંઘવારી, બાળકોને ભોજન ન મળવાના અને તેમનું રસીકરણ ન થવાના પુરાવાઓ પણ પહેલાથી મળવા લાગ્યા છે.તાજેતરની વિનંતી પહેલા લોકોકે એક વીડિયો દ્વારા ગરીબ દેશો બેવડો માર સહન કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સૌ પ્રથમ તો કોવિડ-19ના કારણે આ દેશોના લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે અને બીજું વાયરસના નિવારણ માટેના ઘરેલુ પગલા અને વૈશ્વિક મંદીની અસર.તેમણે સંકોચાતી અર્થવ્યવસ્થા,આયાત દ્વારા થતી કમાણી ઘટવાના અને મોકલવામાં આવેલી રકમ ઓછી હોવાથી થતા સંઘર્ષ,ભૂખમરા,ગરીબી અને બીમારીના ફેલાવા માટે તૈયાર રહેવું પડશે તેવી ચેતવણી આપી હતી.

ભૂખમરો રોકવા માટે ફક્ત બે ઉપાય: બિસ્લે

માર્ક લોકોકના મતે લોકડાઉન અને આર્થિક મંદી ભવિષ્યમાં લાખો લોકો માટે ભૂખમરાની વૈશ્વિક મહામારીનો ફેલાવો સૂચવે છે.વિશ્વ ખાદ્ય કાર્યક્રમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડેવિડ બિસ્લેના કહેવા પ્રમાણે વર્ષના અંત સુધીમાં 26.5 કરોડ લોકો ભૂખમરાની સ્થિતિમાં ન પહોંચે તે માટે બે મુખ્ય રસ્તા છે, પહેલું પૈસા-નાણાં ઉપલબ્ધ કરાવો અને બીજું સપ્લાય ચેઈનને ચાલુ રાખવી.

Share Now