વલસાડ, 23 મે : જિલ્લા કોંગ્રેસ સમતિએ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડુત આગેવાનો પર થયેલા પોલીસ દમણ મામલે પગલા ભરવા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે.આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે વૈશ્નિક મહામારીના 55 દિવસના લોકડાઉનના પરિણામે ધંધા-રોજગાર બંધ છે.મોંઘા ખાતર,બિયારણો,જંતુનાશક દવાઓ,મોંઘી વિજળી સહિતના કારણે દિવસે-દિવસે ખેતી અને ખેતપ્રદાશો મોંઘી થતી જાય છે.ખેડૂતોના પ્રશ્ન માટે પી.એમ કેર ફંડમાં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઇ આંબલિયા અને ખેડૂત પ્રતિનિધિઓએ કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ પોલીસ અને વહવટી તંત્રએ ખેડૂત આગેવાનો પર ગુનો દાખલ કરી ઢોર માર્યો હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે.વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કલેકટરને આવેદન આપ્યુ હતું.જેમાં જિલ્લા વિરોધ પક્ષના નેતા ભોલા પટેલ, યુથ કોંગ્રેસ પ્રમુખ હાજર હતા.