અતુલમાં કોરોનાગ્રસ્ત પત્નીના સંપર્કમાં આવેલા પતિ પોઝિટિવ

334

વલસાડ,02 જૂન : વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો છેલ્લા એક અઠવાડિયામાં સતત વધતી રહી છે.લોકડાઉનમાં છુટછાટ આપવા સાથે સંક્રમણ વધતાં આરોગ્ય અને વહીવટી તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.રવિવારે વલસાડના જ અતુલમાં 2 અને ઉમરગામ તાલુકામાં 2 કેસ મળી એક જ દિવસે 4 કેસ કોરોનાના મળી આવ્યા હતા.જેના પગલે કલેકટરે આ બંન્ને ગામના કોરોના ગ્રસ્ત વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરી પ્રતિબંધક આદેશો જારી કરી દીધા હતા.તેના બીજા જ દિવસે ફરી અતુલમાં હિલસાઇડ જી-3 કોલોનીમાં જ કોરોના પોઝિટિવ પત્નીના સંપર્કમાં આવેલા 55 વર્ષીય પતિ સંક્રમિત થતાં તેમનો સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક આ દર્દીને વલસાડની કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે દાખલ કરી આઇસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરી દીધી હતી.

અતુલની આ કોલોની વિસ્તાર અગાઉથી કન્ટેઇન્મેન્ટ હોવાથી હાલમાં ત્યાં પ્રતિબંધિત આદેશો અમલમાં છે.આખો પરિવાર આ રીતે કોરોનાથી સંક્રમિત થઈ ગયો છે.વલસાડ નજીક આવેલા અતુલમાં આવેલી જી-3 કોલોનીમાં પૂત્ર સાથે ગાંધીનગરથી 26 મેના રોજ આવેલી 63 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ત્યાર બાદ 31 મેના રોજ તેમના 31 વર્ષીય પૂત્ર અને 28 વર્ષીય પૂત્રવધુના સેમ્પલ કોરોના પોઝિટિવ નિકળ્યા હતા.આટલુ ઓછું હોય તેમ સોમવાર 1 જૂને આ જ મહિલાના 55 વર્ષીય પતિનો સેમ્પલ પણ પોઝિટિવ આવ્યો હતો.આમ આખો પરિવાર કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયો છે.

Share Now