
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪ : જીએસટી કાઉન્સિલે રાજ્યો પાસે ટેક્સના વધારો કરવા અંગે કોઇ મંતવ્યો મંગાવ્યા નથી તેમ સરકારે સ્પષ્ટતા કરી છે.જીએસટી રેટ વધારવા માટે પ્રધાનોની પેનલે હજુ સુધી જીએસટી કાઉન્સિલને કોઇ રિપોર્ટ રજૂ કર્યો નથી.૧૪૩ વસ્તુઓ પૈકી ૯૨ ટકા વસ્તુઓને ૧૮ ટકાના સ્લેબમાંથી કાઢી ૨૮ ટકાના સ્લેબમાં લઇ જવા માગતી હોવાના મીડિયાના અહેવાલ પછી સરકારને આ સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.૧૪૩ વસ્તુઓ પર ટેક્સ વધારવા અંગે રાજ્યો પાસે કોઇ મંતવ્યો માંગવામાં આવ્યા નથી.અડધાથી વસ્તુઓન ૨૮ ટકાના સૌથી વધુ સ્લેબમાં લઇ જવા અંગે પણ કોઇ પ્રસ્તાવ નથી.ઉલ્લેખનીય છે કે કાઉન્સિલે ગયા વર્ષે રાજ્યોના પ્રધાનોની એક પેનલની રચના કરી હતી.આ પેનલની અધ્યક્ષ પદે કર્ણાટકના મુખ્યપ્રધાન બાસવારાજ બોમ્માઇની નિમણૂક કરવામાં આવી હતી.ટેક્સના દરો અંગે સૂચનો કરવા આ પેનલની રચના કરવામાં આવી હતી.આ અગાઉ કોંગ્રેસે જીએસટીની આવક વધારવા માટે કેટલીક વસ્તુઓ પરનો જીએસટી વધારવાના પ્રસ્તાવ બદલ કેન્દ્રની ટીકા કરી છે. મીડિયાનાઅહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે સરકાર ૧૪૩ વસ્તુઓ પૈકી ૯૨ ટકા વસ્તુઓને ૧૮ ટકાના સ્લેબમાંથી કાઢી ૨૮ ટકાના સ્લેબમાં લઇ જવા માગે છે.સરકારના પ્રસ્તાવની ટીકા કરતા કોંગ્રેસ પ્રવક્તા અભિશેષ મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે સરકા મધ્યમ વર્ગને કચડી નાખવા માગે છે.