ફાયરિંગમાં 22નાં મોતના બીજા જ દિવસે ટેક્સાસની સ્કૂલમાં વિદ્યાર્થી ગન સાથે પકડાયો

330

વૉશિંગ્ટન : અમેરિકાના ટેક્સાસની શાળામાં ફાયરિંગની ઘટનામાં ૨૨નાં મોત થયાના બીજા જ દિવસે ટેક્સાસના રિચર્ડસન શહેરની એક સ્કૂલમાં વિદ્યાર્થી ગન લઈને આવી પહોંચ્યો હતો.પોલીસે એ વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.પોલીસના કહેવા પ્રમાણે શૂટિંગની એક મોટી ઘટના ટળી ગઈ છે.પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ શરૂ કરી છે.અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ વધતી જતી હોવાથી ગન કંટ્રોલનો કાયદો લાવવાની માગણી ઉઠી છે,પરંતુ મુખ્ય રાજકીય પક્ષો ડેમોક્રેટિક અને રિપબ્લિકનના નેતાઓ વચ્ચે જ ગન કંટ્રોલના કાયદા બાબતે મતભેદો પ્રવર્તી રહ્યા છે.વોશિંગ્ટનના ગવર્નરે અમેરિકન કોંગ્રેસને કડક કાયદાની રજૂઆત કરી છે.ટેક્સાસમાં રિપબ્લિકન પાર્ટીના ગ્રેગ અબોટ ગવર્નર છે.વૉશિંગ્ટનના ગવર્નર જે ઈન્સ્લીએ કહ્યું હતું કે હું મારા રાજ્યમાં કડક કાયદા ઘડીશ.શું અમેરિકન કોંગ્રેસ પગલાં ભરશે? જે ઈન્સ્લી ડેમોક્રેટિક પાર્ટીના નેતા છે.

ગન કંટ્રોલની બાબતે અમેરિકાની બે મુખ્ય પાર્ટીઓના નેતાઓ વચ્ચે સામ-સામા આરોપો લાગી રહ્યા છે.સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ દાવો કરે છે કે રિપબ્લન પાર્ટીના નેતાઓ ગન કલ્ચરને હવા આપે છે.અમુક ડેમોક્રેટિક શાસન ધરાવતા રાજ્યોને બાદ કરતાં ઘણાં ડેમોક્રેટિક શાસિત રાજ્યોમાં પણ ગન કંટ્રોલના કાયદા નથી એ બાબતે રિપબ્લિન પાર્ટી સવાલો ઉઠાવે છે.ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ કહે છે કે રિપબ્લિન પાર્ટીની પોલિસી જ ગન કંટ્રોલની નથી.પહેલેથી જ રિપબ્લિન પાર્ટી બંદૂકો ઉપર પ્રતિબંધ મૂકવાનો વિરોધ કરે છે.

રિપબ્લિન પાર્ટીના સાંસદો ગન કંટ્રોલને બદલે માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપે છે.રિપબ્લિકન સાંસદો બંદૂકને આત્મરક્ષા માટે જરૂરી ગણાવે છે.ટેક્સાસની સ્કૂલમાં ફાયરિંગની ભયાનક ઘટના બની અને એમાં ૧૯ વિદ્યાર્થી સહિત ૨૨ લોકોનાં મોત થયા તે પછી દેશભરમાં ગન કંટ્રોલનો મુદ્દો છેડાયો છે.મોટાભાગે ડેમોક્રેટિક સાંસદો ગન કંટ્રોલની માગણી કરી રહ્યા છે.કેટલાક રાજ્યોના ગવર્નરોએ બંદૂકના કલ્ચર ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરવાને બદલે શાળામાં સુરક્ષા અધિકારીઓ તૈનાત કરવાની સલાહ આપી હતી.અવારનવાર ફાયરિંગની ઘટના બનતી હોવા છતાં અમેરિકન નેતાઓ ગન કલ્ચર બાબતે એકમત થતા નથી.

Share Now