બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં નવાપરા મોટા બોરસરા ખાતે આવેલ વેલટેક્ષ ઇન્ડસ્ટ્ર્રીઝ પ્લોટ નં 3A/2B/11 માં બોયલર મશીન પર કામ કરતાં બે યુવાનો શરીરે દાઝી જતાં ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ તાલુકાનાં નવાપરા મોટાબોરસરા ગામે વેલટેક્ષ ઇન્ડસ્ટ્ર્રીઝ પ્લોટ નં 3A/2B/11 કપનીમા બોયલર મશિન પાસે કામ કરતા બે કામદારો દાઝી ગયા હતા.વકીલરામ કીરીટરામ રાજભર(રહે.વેલટેક્ષ ઇન્ડસ્ટ્ર્રીઝ પ્લોટ નં 3A/2B/11 ઓલ્મ્પીયા ગલી સાઇ વે-બ્રીજની બાજુમા ઓલ્પીયા ગલી નવાપરા મોટા બોરસરા તથા રાજીવ મુરારીપ્રસાદ શીંગ(રહે.કીમ પ્રતિષ્ઠાપાર્ક વીભાગ 1 મકાન નં 201 મુળદ ગામ રોડ તા.ઓલપાડ)નાઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક બોયલર મશીનમા ઓઇલનો પંપ બંધ પડી જતા બોયલરમાથી આકસ્મીક રીતે આગનો ભડકો થયો હતો અને આગની ઝાળ આ બન્ને યુવાનોને લગતા તેઓ શરીરે દાઝી ગયા હતા.તેઓને ઇજા પહોંચતા સારવાર માટે કીમ સાધના હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા.