ભારત પ્રવાસ દરમ્યાન ટ્રમ્પની પત્ની કેજરીવાલે કરેલા વિકાસને નિહાળશે..!!

290

ન્યુ દિલ્હી,તા.૨૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મિલેનિયા ટ્રમ્પ સાથે ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યાં છે. આ દરમિયાન ટ્રમ્પની પત્ની મિલેનિયા દિલ્હીની સરકારી સ્કૂલમાં જઈને બાળકો સાથે મુલાકાત કરી શકે છે. મળતી માહિતી મુજબ મિલેનિયા ૨૫ ફેબ્રુઆરીએ હેપ્પીનેસ ક્લાસ અંતર્ગત બાળકોને મળી શકે છે. મિલેનિયા ટ્રમ્પ સાઉથ દિલ્હીની એક સરકારી સ્કૂલમાં બાળકો સાથે લગભગ એક કલાકનો સમય વિતાવી શકે છે.
આ દરમિયાન તેમની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર રહેશે. આ પહેલી વખત છે કે જ્યારે અમેરિકાના ફર્સ્ટ લેડી દિલ્હીમાં સ્કૂલ સ્ટૂડન્ટ્સને મળશે. આ પહેલાં ૨૦૧૦માં જ્યારે ઓબામા ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના પત્ની મિશેલ ઓબામાએ મુંબઈમાં બાળકો સાથે મુલાકાત કરી હતી.
મિશેલની બાળકો સાથે ડાન્સ કરતી તસવીરે પણ ખુબ ચર્ચા જગાવી હતી. મિલેનિયા ટ્રમ્પની મુલાકાતને લઈને જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. કેજરીવાલ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા મોડલ સ્કૂલમાં મિલેનિયાને લઈ જવામાં આવશે. કેજરીવાલ સરકારે સરકારી સ્કૂલમાં ૨૦૧૮થી હેપ્પીનેસ ક્લાસની શરૂઆત કરી હતી, જેની મદદથી બાળકોને માનસિક તણાવથી દૂર રાખવામાં આવે છે.

Share Now