સના ખાને એક્સ બોયફ્રેન્ડના રાઝ ખોલ્યા, કહ્યું : ‘તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી’

339

મુંબઈ,તા.૨૧
એક્ટ્રેસ સના ખાને કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસ સાથે બ્રેકઅપ કરી લીધા બાદ તેના રાઝ ખોલ્યા છે. આ વાતની જાણકારી સનાએ ૧૨ ફેબ્રુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર આપી હતી. બ્રેકઅપ માટે સનાએ મેલ્વિનને જવાબદાર ગણાવ્યો હતો કે તે તેને છેતરી રહ્યો હતો. સનાએ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયોમાં કહ્યું હતું કે કઈ રીતે મેલ્વિન તેના પર બંધન લાદતો હતો અને તેને ચીટ કરતો હતો. તેના ઘણી છોકરીઓ સાથે સંબંધ હતા. લાઈવ વીડિયોમાં જ તે ઘણી ભાવુક થઇ ગઈ અને લાઈવ પૂરું કરી દીધું હતું.
લાઈવ વીડિયો પૂરો કર્યા બાદ સનાએ એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી લખ્યું હતું કે, આ જાણીને આઘાત થયો કે તેણે એક નાની છોકરીને ગર્ભવતિ પણ કરી હતી. છોકરીઓ પાસેથી પૈસા લેતો અને પોતાના વિધાર્થીઓ સાથે ફ્લર્ટ કરતો હતો. એક ટીચર આવો હોય? કેરેક્ટરલેસ લોકો.
સના અને મેલ્વિન ૨૦૧૮માં રિલેશનમાં આવ્યાં હતાં. સનાએ બ્રેકઅપ વખતે કહ્યું હતું કે, ‘મેં મેલ્વિન સાથે સંબંધ પૂરો કરી દીધો છે કારણકે તે મને છેતરતો હતો. મેં તેને દિલથી પ્રેમ કર્યો અને તેના સાથે કમિટેડ હતી. અને મને શું મળ્યું રિટર્નમાં… હું ડિસ્ટર્બ થઇ ગઈ છું. મને એન્ઝાઇટિ ઇસ્યુ થવા લાગ્યા છે અને હું ડિપ્રેશનમાં જતી રહી છું.તે મને મૂકીને ઓલરેડી બીજા સાથે રિલેશનમાં આવી ગયો છે.’

Share Now