ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે ૭ ટિયરગેસના સેલ છોડયા

335

ખંભાત,તા.૨૩
ખંભાતના અકબરપુરાના જોપડિયામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. બે જૂથ આમને-સામને આવી જતા અસામાજિક તત્વોએ ૩ ઘરોમાં આગ પણ લગાવી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને ઘટનાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસે ટિયરગેસના ૭ સેલ પણ છોડયા હતા.
એક મહિના પહેલા પણ ઉત્તરાયણના સમયે ખંભાતના અકબરપુરામાં બે જૂથ વચ્ચે પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. આ અદાવત રાખી કેટલાક તત્વોની ઉશ્કેરણીથી બે જૂથ સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો.

Share Now