દિલ્હી હિંસા મામલે જાવેદ અખ્તરે કરી ટ્વિટ, લોકોએ કહ્યું : ‘આગમાં ઘી હોમવાનું બંઘ કરો’

324

મુંબઈ,તા.૨૫
જાવેદ અખ્તરે પોતાના ટ્વીટમાં કહ્યું કે, દિલ્હીમાં હિંસાનું સ્તર ખુબ જ વધી ગયુ છે. તમામ કપિલ મિત્રા બહાર આવી રહ્યા છે. એવું વાતાવરણ ઉભૂ કરવામાં આવી રહ્યું છે કે હિલ્દીના સામાન્ય લોકોને એ વિશ્વાસ અપાવી શકાય તે, આ બધુ સીએએના વિરોધ પ્રદર્શનનાં કારણે થઇ રહ્યું છે. થોડા સમય બાદ દિલ્હી પોલીસ તેનું સમાધાન નીકાળશે. આ ટ્વીટ બાદ જાવેદ અખ્તર પોતે ટ્રોલ થઇ ગયા. એક યૂઝરે ટ્વીટ કર્યું છે કે, થોડી શરમ કરો, ખુદાને કયામતના દિવસે શુ દેખાડશો.
એક યૂઝરે લખ્યુ કે જાવેદ અખ્તર, તમારી બૌદ્ધિક બેઇમાની હવે સમજમાં આવી રહી છે. ગોળી ચલાવી આતંકવાદી શાહરૂખે, મર્યો હિંદુ કોન્સ્ટેબલ રતન લાલ. વિધવા પત્ની ત્રણ માસૂમ બાળકો વલખા મારી રહ્યા છે. અસલી દોષિ તો તમારા જેવા લોકો છે, જે અસલી દોષિઓને ચતુરાઇથી બચાવે છે. બેઇમાન છો તમે.
એક યૂઝરે લખ્યુ કે તમે અને તમારો પરિવાર તકનો લાભ ળઇ સેક્યૂલર, કમ્યૂનલ બની જાવ છો. ફિલ્મ રિલીઝ કરવી હોય તો દેશભક્ત બની જાવ છો. તમે શ,શાહિનબાગ, જાફરાબાદ, ચાંદબાગ પર ચૂપ હતા. વાહ રે બુદ્ધિજીવી. એક યૂઝરે તો એવું લખ્યુ- બહુ ઘી નાંખ્યુ છે તમે આ આગમાં.

Share Now